હાંસોટ તાલુકાના ઈલાવ ગામના કથાકાર ધનેન્દ્ર વ્યાસ દ્વારા ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલ પવિત્ર ચિત્રકૂટ ધામમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન રામચંદ્રજીને અતિ પ્રિય એવા પવિત્ર ચિત્રકૂટ ધામમાં આયોજિત રામકથાનો દીપ પ્રગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ચંદ્ર્જીએ તેઓના વનવાસના ૧૪ વર્ષ દરમ્યાન ૧૧ વર્ષ સુધી ચિત્રકૂટ ધામમાં નિવાસ કર્યો હતો ત્યારે આવા પાવનધામમાં સંગીતમય રામકથા શ્રવણનો મોટી સઁખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. તારીખ ૨૩ ડીસેમ્બરથી ૨૯મી ડીસેમ્બર સુધી ચિત્રકૂટમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ પરથી કથાકાર ધનેન્દ્ર વ્યાસે અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરતા જણાવ્યું હતું કે રામકથા સાંભળવાનો એક લ્હાવો છે. રામ ભગવાન એક ઉત્તમ પુત્ર, ઉત્તમ પતિ, ઉત્તમ ભાઈ, ઉત્તમ પિતા અને એક આદર્શ રાજા છે ત્યારે રામચંદ્રજીનું વ્યક્તિત્વ જ આપણને ઘણું શીખવી જાય છે. ભગવાન રામચંદ્રજીનાં જીવનમાંથી માનવી શીખે તો તેને દુખ નડતું નથી. ચિત્રકૂટમાં આયોજિત રામકથામાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ૧૨૫ જેટલા શ્રદ્ધાળુઓ લાભ લઇ રહ્યા છે.
હાંસોટના ઈલાવ ગામના કથાકાર ધનેન્દ્ર વ્યાસ દ્વારા ઉત્તરપ્રદેશનાં ચિત્રકૂટમાં રામકથા યોજાઈ.
Advertisement