– વિરમગામ ખાતે સમાજિક સમરસતા મહાયજ્ઞમાં અનેક સંતો મહંતો, સામાજીક આગેવાનો સહિતના લોકો ઉપસ્થીત રહેશે
(નીલકંઠ વાસુકિયા)
વર્તમાન સમયમાં સામાજિક વાતાવરણ બગડી રહ્યું છે, જ્ઞાતિઓ – જાતિઓ વચ્ચે વૈચારિક અંતર વધી રહ્યું છે, જે રાષ્ટ્ર હિતમાં નથી. આ વિષયનું ચિંતન મનન કરીને, સામાજિક સમરસતા સમિતિ – વિરમગામ તાલુકાએ, સામાજિક સમરસતા મહાયજ્ઞનું આયોજન કરેલ છે, જેમાં વિરમગામની વિવિધ જ્ઞાતિઓ ભાગ લેશે. આપણે સૌ સાથ સહકાર આપીએ, અને રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં સહભાગી બનીએ. સામાજિક સમરસતા મહાયજ્ઞની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
સામાજિક સમરસતા સમિતી વિરમગામ તાલુકાના સંયોજક શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, બધા હિન્દુઓ એક જ માતા (ભારતમાતા)ના સંતાન છે, કોઇ પણ હિન્દુ નીચો નથી, હીન્દુ રક્ષા એ આપણી દિક્ષા (સંકલ્પ) છે તથા સમાનતા એ આપણો મંત્ર છે. પરમકૃપાળુ પરમાત્માના દિવ્ય આશીર્વાદ થી આપણા વિરમગામ તાલુકામાં ઇશ્વરીય કાર્ય રૂપી 21 કુંડી સામાજીક સમરસતા મહાયજ્ઞનું સિધ્ધનાથ મહાદેવ મંદિર વિરમગામ ખાતે તારીખઃ- 23/12/18 ને રવિવાર,સમય: સવારે 9.00 થી 12.00 સુધી ભવ્ય આયોજન આવેલ છે. આ પાવન અવસર ને અતિ પાવન કરવા ચોક્કસ થી પધારશોજી. આ સામાજિક સમરસતા મહાયજ્ઞમાં સૌરાષ્ટ્રના સામાજિક સમરસતા સંયોજક મહિપાલજી ઠાકુર વક્તવ્ય આપશે. આ ઉપરાંત પ.પુ. શ્રી જાનકીદાસ બાપુ, ભાણસાહેબની જગ્યા,કમીજલા, પ.પુ. શ્રી રામકુમારદાસ બાપુ, રામ મહેલ મંદિર, વિરમગામ, પ.પુ. શ્રી દિનબંધુ મહારાજ,આનંદ આશ્રમ, વનથળ, પ.પુ. શ્રી રઘુવીર સ્વામી,સોકલી ગુરુકુલ, પ.પુ. શ્રી રઘુનંદનદાસ ખાકી, પંચદેવ હનુમાનજી મંદિર, વિરમગામ, પ.પુ. શ્રી વસંતદાસ કાળીદાસ સાધુ, માનવ સેવા આશ્રમ, સરસાવડી,પ.પુ. શ્રી ભાણદાસ બાપુ ગૂરૂ દલુરામ સાધુ, રાધાકૃષ્ણ મંદિર,ભરવાડી દરવાજા વિરમગામ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહીને આશિર્વાદ આપશે. સામાજિક સમરસતા મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.