એમ કહેવાય છે કે દુનિયામા આવ્યા એકલા ને જવાના એકલા પરંતુ જ્યા સુધી કોઈને કોઈ માનવીનો સંગાથ કે હુંફ ની જરૂરીયાત હોય છે. પરંતુ જીવનના દરેક તબ્બકે સગા તેમજ મિત્રો સૌ સ્વાર્થ ના તે કહેવત કળયુગમા સાચી થતી જાય છે. માનવીનો ઉપયોગ કરો અને ફેંકો તેને હોશિયારી ગણવામા આવે છે. તેને ભાઈઓ જેને લાત મારે અને શેરડીની જેમ નિચોવી કાઢે ત્યારે કેવી હાલત થાય તેનો કરૂણ કિસ્સો જાણવા મળ્યો જેમા રાજસ્થામા જયપુર વિસ્તારમા રહેતા રવિશંકર શર્મા ને ચાર ભાઈઓ હતા. તે પૈકી બે અવસાન પામ્યા કુંટુબમા સૌથી મોટા રવિશંકર શર્મા આમ હોશિયાર પરંતુ સ્વભાવે ભોળા પરંતુ ભોળો સ્વભાવ રાખવો આ દુનિયામા ભયંકર થાય છે. તે મુજબ બે ભાઈઓએ મીઠી-મીઠીવાત કરી એક ત્રાહીત વ્યક્તિ ને વચ્ચે રાખી રવિશંકર શર્મા પાસે કાગળો પર સહિ કરાવે રવિશંકર ને એમ હતુ કે સગા ભાઈઓ કોઈ દગો ફટકો ઓછો કરે પરંતુ વાત કઈ જુદી જ બની એ કાગળો દ્રારા ભાઈઓએ બે દખલ કરી દિધા રવિશંકર અને તેમના પત્ની સડક ઉપર રઝડતા થઈ ગયા. ફરતા-ફરતા અને જીવનના અંતીમ પડાવવામા તેમને સંઘર્ષ ના તાપનો કડવો અનુભવ કરવો પડયો. જેમ-તેમ ગુજરાતના બારડોલી પાસેના મઢી મુકામે ગયા ત્યા જેમ-તેમ થોડા સમય રોકાયા પછી આ વૃધ્ધ જીવનનો ભાર લઈ ઝગડીયા ખાતેના ગુમાનદેવ મંદિરે આવ્યા રવિશંકરે ત્યાં તેમનો એક નો એક સહારો એવી પત્નીને પણ ગુમાવી. પત્ની ગુમાવ્યા બાદ એકલતા મા જીવન જીવતા રવિશંકર શર્મા માટે પોતીકુ કહી શકાય તેવુ કોઈ ન હતું.પત્થરમા કંડારેલ પ્રભુની મુર્તી જીવન જીવનાનુ એક માત્ર આશાનુ કિરણ સાબિત થયુ ત્યારે એ રવિશંકર શર્મા જીવનનો લગભગ અંતિમ કહિ શકાય તેવો પડાવ સેવા યજ્ઞ સમિતીના રાકેશ ભટ્ટ ના સથવારે જીવન વ્યતીત કરી રહ્યા છે.
દુનિયામા કોઈ કોઈ નુ નથી ને સાર્થક કરતી એક દુ:ખદ અને કરૂણ જીવન કથની નુ જીવનપાત્ર ક્યા વાંચો….
Advertisement