રાજપીપળા:પીએમ મોદી કેવડિયા ખાતે ચાલી રહેલ ત્રિ-દિવસીય ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સમાં હાજરી આપવા 21મી ડિસેમ્બરે આવી પહોંચ્યા હતા.ડીજી કોન્ફરન્સનું પહેલું સેસન પતાવી તેઓ સીધા 3 વાગે કેવડિયા VVIP ગેસ્ટ હાઉસ ખાતે પહોંચી ગયા હતા.બાદ તેઓ ડીજી કોન્ફરન્સના બીજા સેશનમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.આ બને સેસન દરમિયાન પીએમ મોદી,ગૃહમંત્રી રાજનાથ સિંહ,રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલ સહિતનાઓ આઈ.જી.પી અધિકારીઓ સાથે સીધો સંવાદ કરી દેશની સુરક્ષાને લગતા મુદ્દાઓની ચર્ચાઓ કરી હતી.
બાદ પીએમ મોદી,ગૃહમંત્રી રાજનાથસિંહ સહિત ડીજી કોન્ફરન્સમાં આવેલ અધિકારીઓએ સાંજે 7:00 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર શો નિહાળ્યો હતો.તથા વૉલ ઓફ યુનિટી પરિસરમાં આવેલ વોલ ઓફ યુનિટી નજીક 16થી વધુ રાજ્યોના ટ્રેડિશનલ વાજિંત્રોથી સજ્જ કલાકારોએ રજૂ કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો.મોદી સહિતના અન્ય અધિકારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના રાત્રી દરમિયાન નજારો નિહાળી આનંદિત થયા હતા.