Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લામાં પીએમ મોદીનું વિરોધ સાથે સ્વાગત:કેવડિયાના ગોરા ગામના પુલ પર મોદીનું ફાંસો ખાતું પૂતળું લટકાવ્યું.

Share

  • નર્મદા જિલ્લામાં પીએમ મોદીનું વિરોધ સાથે સ્વાગત:કેવડિયાના ગોરા ગામના પુલ પર મોદીનું ફાંસો ખાતું પૂતળું લટકાવ્યું.

સરદાર સરોવર બંધના 6 અને 19 ગામના અસરગ્રસ્તોના વિવિધ પ્રશ્નો મુદે નારાજ કોઈક અજાણી વ્યક્તિએ મોદીનું ફાંસો ખાતું પૂતળું લટકાવતા ખળભળાટ.

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):નર્મદા જિલ્લાના કેવડિયા ખાતેના ટેન્ટ સીટી-2 ખાતે 20,21 અને 22 ડિસેમ્બર એમ ત્રિ-દિવસીય ઓલ ઇન્ડિયા ડિજી કોન્ફરન્સ ચાલી રહી છે.આ કોન્ફરન્સમાં BSf,SPG,IBPT,CRPF,CISF,આસામ રાઇફલ તથા તમામ રાજ્યોના DGP,IGPની ઉપસ્થિતિમાં દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા,પોલીસ વ્યવસ્થા,દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા,પોલીસ સામેના પડકારો,માઓવાદ,આતંકવાદ,નકસલવાદ સહિતના મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પર ત્રણ દિવસ દરમિયાન ગહન ચર્ચાઓ થશે.20મી ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે આ ડિજી કોન્ફરન્સનું ઉદ્દઘાટન કર્યું હતું.બાદ 21મી ડિસેમ્બરે પીએમ મોદી આ ડિજી કોન્ફરન્સમાં હાજરી આપવા આવ્યા હતા.તો નર્મદા જિલ્લાના કેવડીયામાં પીએમ મોદીનું વિરોધ સાથે સ્વાગત કરવાની એક ઘટના બનવા પામી હતી.

Advertisement

પીએમ મોદીના આગમન પેહલા કેવડિયાના ગોરા ગામના પુલ ઉપર”પીએમ નરેન્દ્ર મોદીનું ફાંસો ખાતું પૂતળું કોઈકે લટકાવી વિરોધ કરતા ખળભળાટ મચી ગયો હતો.આ પૂતળા ઉપર લખ્યું હતું કે “”હું નરેન્દ્ર મોદી,મારાથી 6 અને 19 ગામોના પ્રશ્નો નહિ ઉકેલાતા હું આત્મહત્યા કરું છું”.અત્રે એ ઉલ્લેખનીય છે કે આ પૂતળું લટકાવવાની ઘટના બનતા જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ હતી.6 અને 19 ગામના પ્રશ્નો મુદ્દે વાત કરીએ તો સરદાર સરોવર બંધ બનતા આ ગામ લોકોની જમીન સરકારે સંપાદિત કરી હતી.દરમિયાન સરકારે એ અસરગ્રસ્તોએ જમીન ના બદલામાં એટલી જ જમીન,કાયમી નોકરી,પુખ્ત વયના જેમને ગણવાના છે એમની કટ ઓફ ડેટ સુધારવામાં આવે,આ જમીનો સરકારે નર્મદા ડેમ બનાવવા લીધી હતી એ જમીનો પૈકીની પડતર જમીનો પર સરકાર વિવિધ રાજ્યોના 33 ભવનો બનાવવાની જગ્યાએ એ જમીન એમને પરત આપવામાં આવે સહિતની અનેક માંગણીઓ 6 અને 19 ગામના લોકોએ કરી છે.હવે આ માંગણીઓ હજુ સુધી પુરી ન થઈ હોવાના આક્ષેપ સાથે આ ગામના લોકોએ વારંવાર આંદોલનો પણ કર્યા હતા.આ જ પ્રશ્નોનું નિરાકરણ નહિ આવવાનું કારણ આગળ ધરી કોઈક નારાજ વ્યક્તિએ મોદીનું ફાંસો ખાતું પૂતળું ગોરા પુલ ઉપર લટકાવ્યું હશે એવું અનુમાન લગાવી શકાય.હવે આ પૂતળું કોણે લટકાવ્યું એ પોલીસ માટે તપાસનો વિષય છે.


Share

Related posts

ગોધરા : એન.એસ.એસ વિભાગ દ્વારા નરસિંહ અવતારનું નાટક યોજાયુ.

ProudOfGujarat

ભારતીય જનતા પાર્ટી દ્વારા છેવાડાના માનવી સુધી નોંધારાનો આધાર બની માનવતાનું ઝરણું વહાવ્યું.

ProudOfGujarat

જંબુસર તાલુકાનાં અણખી ગામ પાસે આવેલી પીડીલાઇટ કંપનીનાં કામદારોને પગાર ન મળતા હોબાળો કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!