Proud of Gujarat
GujaratFeaturedINDIA

શ્રી ટી.એમ શાહ એન્ડ એ.વી.એમ વિધામંદિર અંકલેશ્વર ની શિક્ષીકાઓએ જીલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પાઠવ્યું.

Share

આદર્શ કેળવણી સંચાલિત ટી.એમ શાહ એન્ડ એ.વી.એમ વિધા મંદિર ની શિક્ષીકાઓએ જીલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર પાઠવી ફરજ પરના સ્થળ પર સ્ત્રી શિક્ષિલાઓની થતી હેરાન ગતી અંગે યોગ્ય પગલા ભરવા વિનંતી કરેલ છે. આવેદન પત્રમા જણાવ્યા પ્રમાણે અંકલેશ્વર પીરામણ નાકા પાસે આવેલ શ્રી ટી.એમ શાહ અને તા.૧૦/૧૨/૧૮ ના રોજ શિક્ષિકાઓ ફરજ પર હતી તે દરમ્યાન છેલ્લા તાસમા શાળાના કેટલાક વિધાર્થીઓ ફુટબોલ અને વોલીબોલ રમતા હતા.જેનો બોલ સીધો ધોરણ-૧૦ અ ના વર્ગમા આવ્યો હતો. આવી ઘટના આગળ પણ બની હતી. શિક્ષક કૃર્તિકા મોદી તથા રેખા પરમારના તાસ દરમ્યાન હેરાન ગતિના આશય થી વારંવાર આવી ઘટના બનતા શૈક્ષણાંક કાર્યમા અવરોધ સર્જાય છે તેમજ શિક્ષિકાઓને હેરાન ગતી થાય છે. આવી ઘટના બાદ સ્ટાફ રૂમમા બંન્ને શિક્ષિકાઓ હાજર હતા ત્યા શાળાના હાયર સેકેન્ડરી વિભાગના પી.ટી શિક્ષક તરીકે ફરજ બજાવતા જલમસિંગ જે વસાવા આવી કૃતિકાબેનને ઉશ્કેરણી જનક ભાષામા ખખડાવતા રેખાબેન પરમારે તેમનો બચાવ કરવા જતા રેખાબેન સાથે અભદ્ર વાણી વિલાશ કરવા લાગેલ અને રેખા બેન તરફ ઘસી આવતા તેઓને બીજા શિક્ષકોએ બચાવ્યા હતા.જેની રજુઆત શાળા કક્ષાએ ઈન્ચાર્જ મહેન્દ્ર ભાઈ વસાવાને કહેતા યોગ્ય પગલા ભરાયા નથી. જેથી સંચાલક મંડળને જાણ કરવા છતા કોઈ કાર્યવાહી કરાઈ નથી. વિજ્ઞાન શિક્ષકોને રૂમમા પુરીને મારવાની ધમકી આપતા એમ જણાવેલ છે કે જો વધુ વિરોધ કરશો તો એટ્રોસીટી એકટની ફરીયાદ આપીશું એવી પણ ધમકી જેલમસીંગે આપી હતી. જેથી આ  આવેદન પત્ર આપવાની ફરજ પડેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં હાલ…બેહાલ…! ખાનગી લેબોરેટરીઓની બહાર કોવિડ-19 નાં રિપોર્ટ કઢાવવા દર્દીઓની લાંબી કતારો…

ProudOfGujarat

ભરૂચ અને નર્મદા જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઇ  છે. ત્યારે વહિવટી તંત્રએ પરીક્ષાને લગતી કામગીરીને આખરી ઓપ આપી દીધો છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના 53 હજારથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે..

ProudOfGujarat

દેડિયાપાડા : વૃક્ષો પર ગેરકાયદે લટકાવાતાં જાહેરાતનાં બોર્ડ હટાવવા આર.એફ.ઓ. ને આવેદન આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!