આજરોજ ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામમાં શિવા શક્તિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, ભરૂચના સયુંક્ત ઉપક્રમે સખી મંડળના બહેનો માટે “મહિલા રોજગારી તાલીમ શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ગામના સખી મંડળોના બહેનો માટે કેવી રીતે રોજગારી મેળવીને પોતાના કુટુંબનો વિકાસ કરી શકે તે હેતુથી વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર તાલીમ શિબિર દરમિયાન બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, ભરૂચ દ્વારા સરકારની વિવિધ યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી.
આ પ્રસંગે બેન્ક ઓફ બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, ભરૂચના નિયામક ગોવિંદ પ્રજાપતિ, બેન્ક ઓફ બરોડા શુક્લતીર્થ શાખાના મેનેજર નાયડુ અને કૃષિ અધિકારી ધીરજ તાજ, શુક્લતીર્થ ગામના સરપંચ મંજુલાબેન, શિવા શક્તિ ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ કામિના રાજ તેમજ મોટી સંખ્યામાં વિવિધ ગામના સખી મંડળના બહેનો હાજર રહ્યા હતા.