Proud of Gujarat
GujaratFeaturedINDIA

પ્રેમની વચ્ચે ધર્મ આવીને ઊભો રહી ગયો છતાં સચિન પાયલોટ અને સારાહ અબ્દુલાનો પ્રેમ અતુટ રહ્યો

Share

 

Advertisement

કોલમઃ- પ્રેમની વસંત બારેમાસ
લેખકઃ નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમ એમ કુલ પાંચ રાજ્યની વિધાનસભાની ચુટણી પુર્ણ થઇ ગઇ છે અને પાંચ રાજ્યની ચુટણીનું પરીણામ જાહેર થઇ ગયુ છે ત્યારે કોલેજ કેમ્પસમાં બેસીને રીના અને યોગેશ વિધાનસભાના ચુંટણીના પરીણામની ચર્ચા કરી રહ્યા છે. રીનાએ કહ્યુ કે, ચુંટણીમાં મત માટે મોટા મોટા વચનો આપતા નેતાઓ મોટા ભાગે ચુંટણી પુરી થાય પછી ખોટા સાબીત થતા હોય છે, આ નેતાઓ વચનો આપવામાં તો સુરા છે પરંતુ વચન પુરા કરવામાં સાવ ઉદાસ હોય છે. યોગેશે કહ્યુ કે, બધા નેતાઓ એક સરખા નથી હોતા અને નેતાઓ પણ આપણા સમાજમાંથી જ આવે છે એટલે જેવો સમાજ હોય તેવા નેતાઓ હોય તે સ્વાભાવિક છે. આ નેતાઓ કઇ બીજા ગ્રહમાંથી આવતા નથી. તારી વાત સો ટકા સાચી છે, જેવી પ્રજા હોય તેવા નેતાઓ હોય, થોડા રૂપીયામાં અને પોતાના વ્યક્તિગત સ્વાર્થમાં પોતાનો કિંમતી અને અમુલ્ય મત વેચી મારતા લોકો પાસેથી મોટી અપેક્ષા રાખવી સાવ ખોટી છે. સ્વાર્થી લોકો તો આવા જ નેતાઓને ચુટીને મોકલી આપે છે તેમ રીનાએ કહ્યુ. હવે તો યુવાનો જ ભારત દેશનું ભવિષ્ય છે અને યુવાનો જાગશે તો ભારતમાતાને પરમ વૈભવના શિખર પર પહોંચતા કોઇ રોકી શકશે નહી તેમ યોગેશે કહ્યુ. રીનાએ આશ્ચર્ય સાથે કહ્યુ કે, યુવાનોને તો પોતાની કેરીયરની ચિંતા છે અને યુવાનોને ક્યાં કોઇ રાજકારણમાં આવવા દે છે. ના એવુ સહેજ પણ નથી, ભારતીય રાજનીતીમાં અનેક યુવાનો સક્રિય છે અને સારૂ કાર્ય કરી રહ્યા છે, રાજ્યકક્ષાએ તથા રાષ્ટ્રીયકક્ષાએ યુવા ધારાસભ્યો તથા સાંસદ ભારત દેશને મુજબુત કરવા માટે દેશહિતને ધ્યાનમાં રાખીને ઉત્તમ કાર્ય કરી રહ્યા છે તેમ યોગેશે જણાવ્યુ. યોગેશ તું પણ પ્રેમની વાતો કરવાના બદલે ક્યાં રાજકારણની વાતોમાં મને ઢસડીને લઇ ગયો, પ્રેમ અને રાજકારણને ક્યાં કોઇ સબંધ છે, કોઇ રાજકારણી સાચો પ્રેમ ન કરી શકે તેમ રીનાએ કહ્યુ. રીના આ અર્ધ સત્ય છે, અનેક સફળ રાજનેતાઓનો પ્રેમ પણ સફળ છે અને જીંદગીભર તેઓએ પ્રેમ નિભાવ્યો પણ છે તેમ યોગેશે કહ્યુ. પરંતુ એવા અત્યારના એક યુવા રાજનેતાનું નામ તો આપ કે જેમણે પ્રેમ કર્યો છે અને નિભાવ્યો પણ છે તેવો રીનાએ પ્રશ્ન કર્યો ત્યારે યોગેશો જણાવ્યુ કે, સચિન પાયલોટ, કે જેમણે પ્રેમમાં રાજનીતી નથી કરી અને સાચો પ્રેમ કર્યો છે તથા નિભાવ્યો પણ છે. રીનાએ હસીને કહ્યુ કે જો તને સચિન પાયલોટની પ્રેમ કહાની ખબર હોય તો મને સંભળાવને. યોગેશે કહ્યુ કે તો સાંભળ સફળ રાજનેતા, સફળ પ્રેમી સચિન પાયલોટ અને સારાહ અબ્દુલાની પ્રેમ કહાની.
રાજસ્થાન વિધાનસભાની ચુટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે અને કોંગ્રેસના આ વિજયમાં સચિન પાયલોટનું ખુબ મહત્વનું યોગદાન રહ્યુ છે. આ વિધાનસભા ચૂંટણીમાં સચિન પાયલોટે પાતાની સામે ઉભા રહેલા ઉમેદવાર યુનુસ ખાનને 54 હજારથી વધુ મતોથી હરાવ્યા છે. સચિન પાયલોટ રાજનૈતિક સ્તરે તો હીરો બની જ ગયા છે પણ સચિને વ્યક્તિગત જીવનમાં પણ હીરોગીરી કરી છે. સચિન અને તેની પ્રેમીકા સારાહની પ્રેમ કહાની કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. રાજનેતા સચિન પાયલોટે જમ્મુ કાશ્મીરના પુર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાની બહેન સારાહ અબ્દુલ્લા સાથે લગ્ન કર્યાં છે. જો કે સચિન અને સારાહની વાર્તા સંપૂર્ણપણે ફિલ્મી હોય તેવી લાગી રહી છે. આ પ્રેમ કહાનીમાં એક છોકરો હિંદુ છે અને છોકરી મુસ્લિમ છે અને પરિવારવાળાં છે આ લગ્નના વિરોધમાં છે છતાં પણ સચિન અને સારાહના લગ્ન થાય છે. સચિને એરફોર્સ બાળ ભારતી સ્કૂલ, નવી દિલ્હી અને દિલ્હી યુનિવર્સિટી સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી બીએની ડિગ્રી પ્રાપ્ત કરી છે. અને પછી સચિને ગાઝિયાબાદના આઈએમટીમાંથી માર્કેટિંગમાં ડિપ્લોમા કર્યું છે. આગળનો ઉચ્ચ અભ્યાસ કરવા સચીન લંડન જાય છે અને ત્યાં પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી એમબીએનો અભ્યાસ પુર્ણ કરે છે. લંડનમાં અભ્યાસ દરમિયાન સચિનની મુલાકાત સારાહ અબ્દુલ્લા સાથે થાય છે અને થોડાં દિવસો પછી બંનેએ એકબીજા સાથે ડેટિંગ કરવાનું શરૂ કરે છે. લંડનમાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરીને સચિન દિલ્હી પરત ફરે છે. પરંતુ તે સમયે સારાહ અબ્દુલા તેના અભ્યાસ માટે લંડનમાં જ રહે છે. સચિન ભારતમાં આવી જાય છે અને સારાહ પરદેશમાં રહીને અભ્યાસ કરી રહી છે. બંને વચ્ચેની અંતર હોવા છતાં બંનેનો પ્રેમ ગાઢ રહે છે. બંને ઈ-મેલ અને ફોન દ્વારા એકબીજાના સંપર્કમાં રહે છે. બંનેએ લગભગ ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં અને ત્યારબાદ બંનેએ તેમના પરિવારને આ સંબંધ વિશે કહેવાનું નક્કી કરે કરે છે. જ્યારે સચિન અને સારાએ તેમના કુટુંબને જણાવ્યું તો બંનેના પ્રેમની વચ્ચે ધર્મ આવીને ઊભો રહી ગયો છે. એકબાજૂ સચિન હિંદુ પરિવારમાંથી આવે છે જ્યારે સારા મુસ્લિમ પરિવારમાંથી આવે છે. સચિનના પરિવારે આ લગ્ન માટે મંજૂરી આપવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. તો બીજીબાજૂ સારાના પરિવારમાં પણ કંઇક આવો જ માહોલ બને છે. જો લોકમુખે ચર્ચાતી વાતો માનીએ તો સારાના પિતા ફારૂક અબ્દુલ્લાએ તો આ લગ્ન વિશે વાત કરવાની પણ ના પાડી દીધી છે તેમ છતાં સારાહ હાર નથી માનતી. તેણે પોતાના પિતાને મનાવવા માટે શક્ય એટલા પ્રયાસો શરૂ કર્યાં છે. તેણી ઘણા દિવસો સુધી રડે છે પરંતુ તેના પિતા લગ્ન માટે માનતા નથી. બંનેમાંથી કોઇ એક પરિવારની પણ મંજૂરી ન મળી હોવા છતાં જાન્યુઆરી 2004માં કંઈપણ વિચાર્યા વગર સારા અને સચિન એકબીજા સાથે લગ્ન કરી લે છે. આ લગ્નમાં અબ્દુલ્લા પરિવારના કોઈ પણ સભ્ય શામેલ નથી થતા. સચિનના પરિવારે સારાનો સાથ આપ્યો અને સમય જતાં અબ્દુલ્લા પરિવારે પણ બંનેના સંબંધોને સ્વીકારી લીધા છે. સચિને લગ્ન પહેલાં રાજકારણમાં આગળ વધવાનો વિચાર કર્યો ન હતો પરંતુ પિતા રાજેશ પાઇલટના મૃત્યુ પછી તેમને રાજકારણમાં પ્રવેશ કરવો પડ્યો છે. તે સમયે જ્યારે સચિન રાજકારણમાં અવે છે ત્યારે તેની ઉંમર ફક્ત 26 વર્ષ છે. 2004ની લોકસભાની ચૂંટણીમાં દૌસા (રાજસ્થાન)માં સચિનને મોટી જીત મેળવે છે. લગ્નને માન્યતા મળ્યા પછી સચિન પાયલોટ અને ફારુખ અબદુલ્લા ઘણીવાર સાર્વજનિક સમારોહમાં પણ સાથે જોવા મળ્યા છે. આમ દરેક ફિલ્મી લવસ્ટોરીમાં થતાં હેપ્પી એન્ડિંગની જેમ સચિન અને સારાની પ્રેમ કહાની પણ હેપ્પી રહે છે. સચિન આજે રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન છે, સફળ રાજકીય વ્યક્તિની સાથે સચિન પાયલોટ ઉમદા પ્રેમી પણ છે.
વાહ સચિન વાહ સારાહ તમારી પ્રેમ કહાની ખરેખર અદભુત છે અને પ્રેરણાદાયી છે આજે હું ખોટી સાબીત થઇ કે રાજનેતા પ્રેમ ન કરી શકે તેમ રીનાએ જણાવ્યુ. રાજનેતાઓ પણ આપણી જેમ આખરે માનવી જ છે અને તેમની પણ પ્રેમ કહાની હોય છે તેમ યોગેશે જણાવ્યુ ત્યારે ફરી રીનાએ કહ્યુ કે યોગેશ તું પ્રેમની વાતો જ કર્યા કરીશ કે પછી મારા સાથે લગ્નનું વિચારીશ. આખરે રીના અને યોગેશના લગ્નની તારીખ નક્કી કરવામાં આવે છે અને પ્રેમી યુગલ પોતાના લગ્નની તૈયારીઓ શરૂ કરે છે. બન્ને સાથે મળીને ખરીદી કરવા જાય છે અને કહે છે કે આ ખરીદી મત માટેની નથી પરંતુ પ્રેમ માટે છે. આ સાંભળીને પરીવારના સભ્યો પણ હસવા લાગે છે. (સત્ય ઘટનાથી પ્રેરીત, માહિતી સ્ત્રોતઃ- વરીષ્ઠ પત્રકારો)


Share

Related posts

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

વડોદરામાં રાવપુરા પોલીસ મથકના એ.એસ.આઇ એ અકસ્માત ગ્રસ્ત યુવતીનો જીવ બચાવી માનવતા મહેકાવી.

ProudOfGujarat

હિન્દી વક્તૃત્વ સ્પર્ધા નવસારી હાઈ.નું ગૌરવ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!