પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના મુજબ જિલ્લામાં નાસતા ફરતા આરોપી શોધી કાઢવાની ડ્રાઇવ અનુસંધાને એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે.ધડુક નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.જી.ગઢવી તથા પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા કાર્યરત હતા તે દરમિયાન અ.હે.કો. ચંદ્રકાન્તભાઈ તથા અ.હે.કો. અજયભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. I 575/1992 ઇ.પી.કો.ક. 302, 307, 304, 506(2), 114 BP act 135 મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી ઐય્યાઝ અહેમદ બકરુદ્દીન પઠાણ રહે; કસ્બાતિવાડ, અંકલેશ્વર ખાતે પોતાના ઘરે હોવાની બાતમી મળેલ. જે બાતમીના આધારે વોચમાં રહી આરોપી મળી આવતા તેને ઝડપી પાડી CRPC-41(1) આઈ મુજબ અટક કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવા માટે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.
અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં સને 1992થી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.
Advertisement