Proud of Gujarat
GujaratFeaturedINDIA

દાહોદ જિલ્લાની વિવિધ કૉલેજોમાં પંચમહોત્સવ અંગે સેમિનાર યોજાયો.

Share

ગોધરા રાજુ સોલંકી

વલ્ડ હેરીટેઝ સાઇટ ચાંપાનેર વડાતળાવ ખાતે રાજ્ય પ્રવાસન વિભાગ અને જિલ્લા પ્રશાસન દ્વારા પંચમહોત્સવ અંતર્ગત આગામી દિવસોમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવનાર છે.તેની જિલ્લાની કોલેજોમાં જાણકારી મળે તમેજ વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેમજ જનસમુહો જોડાય તે અંગે જાણકારી આપવા જિલ્લાની કૉલેજોમાં સેમિનાર યોજાયો હતો.જેમાં નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, જે એન્ડ આર.કૉલેજ ઓફ એજ્યુકેશ કૉલેજ તથા શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટ્સ કૉલેજમાં જિલ્લા સમહર્તાના માર્ગદર્શન હેઠળ કૌશિક પટેલ,વિનુ બામણિયા, કલ્પેશ પટેલ,દિલીપ ભાટિયા એ પંચમહોત્સવ વિશે મહાશાળાઓના વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.વિવિધ કૉલેજોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વિષદ માહિતી મેળવી હતી.આપણા વિરાસત,વારસાને માણી આનંદ વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમમાં કૉલેજના આચાર્ય ડૉ. બી સી ચૌધરી, ડૉ નર્મદા.આર.પટેલ,ડૉ. પારુલ સિંગ અને અધ્યાપક મિત્રોનો સહકાર મળ્યો હતો. કાર્યકમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.તેમજ વિદ્યાર્થીઓને પંચમહોત્સવમાં સામેલ થવા અનુરોધ કર્યો હતો.

Advertisement

Share

Related posts

મોટામિયા માંગરોલ ખાતે આવેલ એસ.પી મદ્રેસા બોયઝ હાઈસ્કૂલનું ધોરણ 10 નું 58.93 ટકા પરિણામ આવ્યું.

ProudOfGujarat

રાજપીપળા : નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસનાં અધ્યક્ષપદે આઝાદીનાં અમૃત મહોત્સવની થનારી ઉજવણીનાં સુચારુ આયોજન અંગે બેઠક યોજાઇ.

ProudOfGujarat

નર્મદા જીલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં રાજપીપળા રાજેન્દ્ર હાઈસ્કૂલના દેવ શાહે હેટ્રિક મારી  અગાઉ સ્કૂલ અને તાલુકા કક્ષા એ પ્રથમ નંબર બાદ હાલ જીલ્લા કક્ષા એ દ્વિતીય સ્થાન મેળવ્યું 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!