Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી નગર પાલીકાનો કંસારા બજારના દેસાઇપરા વિસ્તારની મહિલાઓએ કર્યો ઘેરાવો

Share

હાલ અલગ અલગ પ્રકારના આંદોલનો થતા જોવા મળે છે ત્યારે લીંબડી કંસારા બજારમાં આવેલ દેસાઇપરા વિસ્તારમાં રોડ રસ્તા નહી હોવાને કારણે આજે લીંબડી નગર પાલીકાનો ઘેરાવો મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હતો
જયારે ગુજરાતમાં તાલુકાથી લઇને ગામડાઓ સુધી રોડ રસ્તા અને ગટરો બની ગયા છે તેવી વાતો થઇ રહિ છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકામાં આવેલ દેસાઇપરા વિસ્તારમાં આશરે ૨૫ વર્ષથી રોડ-રસ્તા અને ગટરોથી આ વિસ્તારના રહિશો વંચિત છે ત્યારે આ બાબતે લીંબડી નગર પાલીકાને અવાર નવાર આ વિસ્તારના રહિશો દ્વારા રજુઆત કરવા છતા આજ દિન સુધી રોડ રસ્તા નહી બનેલ હોવાથી આ દેસાઇપરા વિસ્તારની મહિલાઓનો કાફલો લીંબડી નગર પાલીકાએ ચડી આવ્યો હતો અને લીંબડી નગરપાલીકા પ્રમુખ  પાલીકા કચેરી ખાતે હાજર નહી હોવાને કારણે ઉસ્કેરાયેલ મહિલાઓએ નગર પાલીકાની ચેમ્બર માંથી ફાઇલો તેમજ અગત્યના દસ્તાવેજો છીન્વી લીધા હતા અને જયા સુધી રોડ રસ્તા નહી બને ત્યાં સુધી નહી પરત કરવાની ચીમકી ઉચ્ચારી હતી ત્યાર બાદ સમજાવ્યા પછી કચેરીના દસ્તાવેજો પરત કરવામાં અાવેલ અને કચેરી ખાતે પ્રમુખની ગેર હાજરી હોવાને કારણે સોમવારે રજુઆત કરવાની વાત કરી હતી અને જો આવનાર દિવસોમાં આ વિસ્તારના રહીશોની માંગણી પુરી નહી કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

Advertisement

Share

Related posts

નડિયાદના વડતાલ ગામે ઘરની બહાર ઉભેલા વ્યક્તિને કારચાલકે અડફેટે લેતા મોત નિપજ્યું

ProudOfGujarat

દહેજ જી.આઈ.ડી.સી માં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં ફરી આગ લાગતા ભયનું વાતાવરણ ફેલાયું.

ProudOfGujarat

ભરૂચ : નાંદ ગામમાં ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે ગ્રામજનોએ કલેકટરને રજૂઆત કરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!