Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ તાલુકાના કોકતા ગામમાં ચોથા તબક્કા અંતર્ગત સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

Share

સેવાસેતુ કાર્યક્રમમાં સ્થળ પર જ લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો

  ન્યુઝ.વિરમગામ

Advertisement

તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કોકતા ગામમાં શનિવારે ચોથા તબક્કા અંતર્ગત સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં કોકતા, સરસાવડી, નદીયાણા, ચણોઠીયા, કરીયાલા સહિતના ગામના લાભાર્થીઓએ ઉપસ્થિત રહીને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો. રાજ્ય સરકારશ્રીની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે માટે, પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે મળી રહે તેવા ઉમદા હેતુથી સેવાસેતુ (તબક્કો4) અંતર્ગત વિરમગામ તાલુકાના કોકતા ગામમાં તારીખઃ-15/12/18 ને શનિવારે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મેલજ ગામમાં આયોજીત સેવાસેતુ કાર્યક્રમમાં સ્થળ પર જ લાભાર્થીઓને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મા વાત્સલ્ય કાર્ડ, આધારકાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, બ્લડ પ્રેશર, ડાયાબીટીસ તપાસ સહિતની વિવિધ સરકારી યોજનાઓની માહીતી તથા લાભ આપવામાં આવી હતી. આ ઉપરાંત  કૃષિ, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ હેઠળના વ્યક્તિલક્ષી લાભો માટેની યોજનાઓ અંગે માહીતી અને લાભ આપવામાં આવ્યો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મણીપુરા દ્વારા સેવાસેતુ કાર્યક્રમમા લોકોને આરોગ્ય વિષયક માહીતી પુરી પાડવામાં આવી હતી. સેવાસેતુ કાર્યક્રમમાં વિરમગામ તાલુકા પંચાયતના કારોબારી સમિતીના ચેરમેન પ્રમોદભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર સહિતના વિવિધ વિભાગોના સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..


Share

Related posts

આવું પણ બને – ભરૂચના માર્ગો પર પ્રજાને કાયદાના પાઠ શીખવતી પોલીસ રાજકારણીઓ સામે ઢીલી પડી, લોક મારેલા વાહનો આખરે ખોલવા પડયા

ProudOfGujarat

અંકલેશ્વરમાં નોકરીનાં બહાને રૂપિયા એક લાખની ઠગાઈ કરનાર મિત્રએ જ મિત્રની હત્યા કરી.

ProudOfGujarat

ભરૂચ : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે એસ દુલેરાના અધ્યક્ષસ્થાને પીસી-પીએનડીટી એડવાઈઝરી કમિટિની મીટીંગ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!