એ.ડી.સી બેન્કના સહયોગથી મેડિકલ ચેકઅપ માટેના મશીનનું પુર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયુ
ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા
અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકાના જાલીસણા ગામે એ.ડી.સી બેંક (ચેરમેન અજયભાઈ પટેલ) ના સૌજન્ય થી મેડિકલ ચેકઅપ માટેના મશીન (આર્ટએમ હેલ્થ સ્માર્ટ કલીનીક) નું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં વિરમગામના પુર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, ડો. દીપકભાઈ વોરા, એ.ડી.સી બેંક ડિરેક્ટરે અમુભાઈ, એ.પી.એમ.સી ચેરમેન માંડલ ડી.આઈ.પટેલ, માંડલ ભા.જ.પ પ્રમુખ દશરથભાઈ પટેલ, એ.ડી.સી બેંક સ્ટાફ, સહકારી આગેવાનો, સમસ્ત ગામ તથા તાલુકાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વિરમગામના પુર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલે જણાવ્યુ હતુ કે, માંડલ તાલુકાના જાલીસણા ગામે એ.ડી.સી ના સૌજન્ય થી મેડિકલ ચેકઅપ માટેના મશીન (આર્ટએમ હેલ્થ સ્માર્ટ કલીનીક) નું ઉદઘાટન કરતાં ખૂબ આનંદ થયો. નવી ટેકનોલોજી નો દૂર ગામો માં બેસી, લેટેસ્ટ આધુનિક પદ્ધતિ થી, મોટા શહેરો ના નિષ્ણાત ડોક્ટર સાથે સીધી વાત કરી, ટ્રીટમેન્ટ થઇ શકે છે.