ગોધરા રાજુ સોલંકી
તાજેતરમાં યોજાયેલ ભારતના પાંચ રાજ્યોની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ ભાજપાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પ્રચાર અર્થે મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાં મોકલવામાં આવ્યા હતા. જે પૈકી મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓને મધ્યપ્રદેશના નિમચ જિલ્લામાં આવેલી ત્રણ વિધાનસભાની જવાબદારી સોંપવામાં આવી હતી. જે પૈકી નિમચ શહેર-૨૨૯ના પ્રવાસી ઇન્ચાર્જ તરીકે જિલ્લાના પૂર્વ પ્રમુખ શ્રી જવાહર ત્રિવેદી તેમજ ગોધરાની ટીમ, જાવદ-૨૩૦ ના પ્રવાસી ઇન્ચાર્જ તરીકે હાલોલના નીતિનભાઈ શાહ તેમજ હાલોલ-કાલોલની ટીમ,મનાસા-૨૨૮ના પ્રવાસી ઇન્ચાર્જ તરીકે મોરવાના શ્રી હરદીપસિંહ જાદવ તેમજ મોરવા-શહેરાની ટીમ ના કાર્યકર્તાઓએ સતત એક મહિના જેટલા સમયમાં નિમચ જિલ્લા ની ત્રણેય વિધાનસભામાં શક્તિકેન્દ્ર, વોર્ડ તેમજ બુથદીઠ પ્રભાવી રીતે પ્રચાર પ્રસાર કર્યો હતો. સમગ્ર મધ્યપ્રદેશમાં ભાજપા અને કૉંગ્રેસ વચ્ચે કાંટા ની ટક્કર રહેલ પણ પંચમહાલ જિલ્લાના પ્રભારી શ્રી પરાક્રમસિંહ જાડેજા તેમજ આ ત્રણેય પ્રવાસી વિધાનસભા ઇન્ચાર્જના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લાની ટીમના અથાક પ્રયત્નો દ્વારા નિમચ જિલ્લા ની ત્રણેય વિધાનસભામાં ભગવો લહેરાયો.