આજે બપોરે ૨ વાગ્યા ના અરસા મા ભરૂચ ના કલેક્ટર કચેરી સામે આવેલ ઝેરોક્ષ સેંટર નજીક પાર્ક કરેલ મોટર સાઇકલ ની ડીકી ને ડુપ્લીકેટ ચાવી થી ખોલી રૂ ૧૫૦૦૦૦ મુકેલ થેલી લઇ કોઇ ઇસમ પલાયન થય ગયો હતો આ બનાવ ની વિગત જોતા મામલતદાર કચેરી ખાતે ક્લાર્ક તરીકે નિવ્રુત થયેલ દશરથ સિંહ અર્જુન સિંહ રાજ રહે બોરભાઠા બેટ મક્કતમપુર આસમ ફળિયુ પોતાને નાણા ની જરૂર હોય ઘરે થી હોંડા સ્પ્લેંડર મોટર સાઇકલ નં જીજે ૬ બીડી ૨૭૮૪ પર સાલીમાર નજીક બેંક ઓફ બરોડા ખાતે ગયા હતા અને બેંક માથી રૂ|૧૫૦૦૦૦ ઉપાડ્યા હતા કેશીયરે ૫૦૦ના દરના ત્રણ બંડલ એટલે કે ૫૦૦ની ચલણી નોટના ૩૦૦ નોટો આપી હતી જે દશરથ ભાઇએ પ્લાસ્ટિકની થેલી મા મુકી હતી સાથે ચેક બૂક અને પાસ બૂક પણ મુકી હતી જે પ્લાસ્ટિકની થેલી મોટર સાઇકલ ની ડીકીમા મુકી દશરથ સિંહ અર્જુન સિંહ રાજ કામ હોવાથી કલેક્ટર કચેરી સામે આવેલ માહાકાળી ઝેરોક્ષ ખાતે ગયા હતા ૫ મિનિટ બાદ તેઓ પાર્ક કરેલ મોતર સાઇકલ પાસે આવતા પાનની લારી વાળા એ જણાવ્યૂ હતુ કે તમારી ડિકી મા કઇ હતુ તે કોઇ ઇસમ લઇ ગયેલ છે તેથી દશરથ સિંહે તપાસ કરતા ડીકી મા પ્લાસ્ટિક ની થેલી કે જેમા ૧૫૦૦૦૦ રૂપીયા હતા તે જણાઇ ન હતી પાન ની લારી વાળા જણાવ્યૂ હતુ કે એ અજાણ્યો ઇસમ ગળનાળા તરફ ગયો હતો પરંતુ તપાસ કરતા એ ઇસમ ન જણાતા દશરથસિંહ રાજે ‘એ’ ડિવિઝનપોલીસ મથકે ફરીયાદ નોધાવતા પી.એસ.આઇ. એચ. એન. બારીયાએ તપાસ નો આરંભ કરેલ છે
ભરૂચના કલેક્ટર કચેરી સામે આવેલ ઝેરોક્ષ સેંટર નજીક મોટર સાઇકલ ની ડિકી ડુપ્લીકેટ ચાવી વડે ખોલી રૂ ૧૫૦૦૦૦ ની ચોરી થઇ હોવાનો બનાવ બન્યો
Advertisement