લીંબડી
કલ્પેશ વાઢેર
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે તંત્ર આ બાબતને નજર અંદાજ કરતું હોય તેમ લાગી રહ્યું છે અત્યાર સુધી શેરીઓમાં આ રખડતા રઝળતા ઢોરનો ત્રાસ હતો ત્યારે આ ઢોરો લીમડી ના મેન રસ્તે ખડકલો કરી બેઠા હોય છે ત્યારે વટેમાર્ગુને આવા ઢોરોના કારણે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે ઘણીવાર આવા ઢોરોને કારણે અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે લીંબડી ધંધુકાનો હાઈવે ગણાતો અને આ હાઇવે ઉપર આવેલ એક માત્ર પુલ છે જ્યાં ઢોર નાં ઢગલાં થયેલો જોવા મળે છે પણ આ તમામ બાબતોને તંત્ર આંખ આડા કાન કરી જોયું હોય તેમ લાગી રહ્યું છે આ સરકાર આ બાબતે મોટી મોટી વાતો કરી રહી છે ત્યારે આવી બાબતોને નજર અંદાજ કરીને તંત્ર સરકારની અવગણના કરી રહી હોય તેવું જણાઈ રહ્યું છે
ત્યારે આવા રખડતા ઢોરના કારણે લીમડી ની પ્રજા ત્રાહિમામ બની ઉઠી હોય અને આ બાબતે તંત્ર પ્રજાની સામે નહીં જોતા પ્રજાને આ બાબતની રખડતા ઢોરથી બહુ જ મોટી મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય તેવું જણાઈ રહ્યું છે હવે પ્રશ્ન એવો થાય છે કે શું પ્રજાને આવા રખડતા ઢોરનો સામનો આજીવન કરવો પડશે કે તંત્ર આ પ્રજાની વારે આવશે.