Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની તબિયત લથડી: કફ અને શરદીની તકલીફ.

Share

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની તબિયત લથડતા તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. કેશુભાઈ પટેલને છેલ્લા ઘણા સમયથી કફ અને શરદીની તકલીફ છે, જેને પગલે તેઓને આ તકલીફ વધી જતાં તબીબ પાસે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબી તપાસ બાદ તબિયત સારી જણાતા તેઓને ઘરે આરામ કરવાનું ડૉક્ટર દ્વારા જણાવાયું હતું.

તેઓની રાજકારણીય કારકિર્દીની વાત કરીએ તો ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન તરીકે માર્ચ ૧૯૯૫થી ઓક્ટોબર ૧૯૯૫ અને માર્ચ ૧૯૯૮થી ઓક્ટોબર ૨૦૦૧ સુધી સેવા આપી છે. તે સમયમાં તેઓ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. ૪ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટ્ણી માટે “ગુજરાત પરીવર્તન પાર્ટી” નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. વર્ષ ૨૦૦૧માં તેમના પક્ષે બે મુખ્ય ચૂંટણી ગુમાવી, જેના કારણે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા હતા.

Advertisement

વર્ષ ૨૦૦૭ના રાજ્યચૂંટણી સમયે તેમણે તેમના જુથને પોતાના માટે મત આપવાની અરજી કરી હતી. પરંતુ આશ્ચયજનક રીતે નરેન્દ્ર મોદીએ સરળતાથી ચૂંટણીમાં જીત મેળવી હતી. ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ કેશુભાઈ પટેલના પત્ની લીલાબહેન પટેલ અમદાવાદ ખાતેના તેમના ઘરમાં આગ ફાટી નીકળવાની ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. કેશુભાઈ પટેલ રાજ્ય સભાના સાંસદ હતા, પરંતુ જૂન ૨૦૧૨ પછી તેમણે સક્રિય રાજકારણમાંથી નિવૃતિ લઇ લીધી હતી.


Share

Related posts

વડોદરા : બે મહિના પૂર્વે ચોરાયેલા દાગીનાની કારેલીબાગ પોલીસે ફરિયાદ નહીં નોંધી પરિવારને મેન્ટલ સાબિત કરવાનો પ્રયાસ.

ProudOfGujarat

રેલ્વે ટ્રેન માંથી પડી જવાથી મોત

ProudOfGujarat

વડોદરાના વુડા સર્કલ ખાતે અકસ્માત ઝોનના પ્રશ્નનું નિરાકરણ લાવવા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!