અંકલેશ્વર
08.12.2018
અંકલેશ્વર જી.આઈ ડી.સી. માં હવા, પાણી ના પ્રદુષણ ની અનેક ફરિયાદો થઈ છે અને આ થતા પ્રદુષણ ને કન્ટ્રોલ કરવા તંત્ર દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવે છે. જેમાં જીપીસીબી ની પોતાની મોનીટરીંગ ટિમ પણ રાત્રી ના સમયે તપાસ માં નીકળે છે. અને ભૂતકાળ માં અનેક કેશો માં ગુનેહગરો ને પકડ્યા પણ છે.
એજ રીતે નર્મદા ક્લીન ટેક ને પણ આ પ્રદુષણ ને કન્ટ્રોલ કરવા માટે ની જવાબદારી આપવામાં આવી છે. અને તેઓ દ્વારા દિવસ રાત મોનીટરીંગ કરવાની કામગીરી કરવામાં આવે છે. જે માટે NCT પાસે અલગ વાહન અને સ્ટાફ ફાળવવામાં આવેલ છે. દિવસ રાત તેમણે જુદી જુદી કમ્પનીઓ ના આઉટલેટ, વરસાદી કાશ માં ,પમપીંગ સ્ટેશન માં અને ચેમ્બરો માં એફલૂએન્ટ ની ચકાસણી કરવાની હોય છે અને આ કરેલ કામગીરી ની જાણકારી જીપીસીબી ને પણ કરવાની હોય છે.
સ્થાનિક NGO ને માહિતી મળી હતી કે આ NCT ની ટિમ રાત્રી ના સમયે તેમની ફરજ બજાવવાની જગ્યાએ મોનીટરીંગ વાહન માં સૂઈ જાય છે. જેની તાપસ કરતા માલુમ પડ્યું કે ગઈ કાલે રાત્રે 2.00 કલાક ની આસપાસ આ ફરજ પરના કર્મચારીઓ ફરજ દરમ્યાન તેમને અપાયેલ વાહન Gj 16 au 2074 માં જ કંબલ ઓઢી મસ્ત નિંદ્રા માણતાં ઝડપાયા છે.
આમ જેમને પર્યાવરણ ની રક્ષા ની જવાબદારી શોપવામાં આવેલ છે તેઓ પોતેજ આવી ગમ્ભીર બેદરકારી કરતા ઝડપાયા છે. અને મળેલ ફરિયાદ મુજબ તેઓ લાંબા સમય થી આ વી પ્રવૃત્તિ કરતા હતા જે આજે તપાસ માં પણ સામે આવ્યું છે
આમેય NCT માં ચાલતા અંધેર વહીવટ ની ફરિયાદો ગાંધીનગર માં બેસેલ ઉપલા અધિકારીઓ સુધી પોહચી છે અને તે માટે ની તપાસ ગાંધીનગર ના અધિકારીઓ દ્વારા હાલ માં ચાલુ થયેલ છે.
ભૂતકાળ માં પણ મોનિટરિંગ ટિમ દ્વારા કરવામાં આવતા પ્રદુષણ કરવા માટે ભ્રષ્ટાચાર ની અનેક ફરિયાદો ચર્ચા માં આવી હતી જેમાં NCT ના અધિકારીઓ ની સામેલગીરી ના કિસ્સાઓ બહાર પડ્યા હતા અને યોગ્ય પુરાવા હોવા છતાં તે કર્મચારીઓ પર કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી ના હતી. જ્યાં બધાજ એક બીજા ના કુકર્મો કે કૃત્યો જાણતા હોવાથી ” *તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ* ” જેવી પરિસ્થિતિ છે આમ એ પ્રકરણો બન્ધ કરી દેવા માં આવ્યા હતા. અને એજ પરિણામે ગઇ કાલ ની ઘટના બની છે. લાખો કરોડો ના ખર્ચા થયા પછી પણ પ્રદૂષણ માં કન્ટ્રોલ ના આવવા માટે આવી ઘટનાઓ કારણ ભૂત બની છે. જો અધિકારો રાત્રી ના સમયે તેમની ફરજ યોગ્ય અને ઈમાનદારી થી બજાવે તો પર્યાવરણ માં સુધારો આવી શકે એમ છે.