આજરોજ વહેલી સવારે ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે એક કાર શીખતા ચાલક દ્વારા પોતાની કારના સ્ટિયરિંગ ઉપર તેનો કાબુ ન રહેતા કાર દીવાલ સાથે ધડાકાભેર ભટકાઈ હતી. કાર ભડકાવવાની ઘટના સાથે જ લોક ટોળાભેગા થયા હતા. જે બાદ દીવાલમાં મસ્ત મોટું ગાબડું પડી જતા દીવાલ ભાંગી પડી હતી. અત્રે નોંધવું રહ્યું કે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં ટુ વ્હિલર તેમજ ફોર વ્હિલર વાહન શીખવા માટે ઘણા લોકો આવતા હોય છે. આ અગાઉ પણ એક કાર દીવાલમાં ભટકાતા આજ દીવાલ તૂટી હતી. જેથી કહી શકાય કે આ દીવાલ બનાવવાનું કામ તકલાદી હોવાનું થઈ રહ્યું છે.
Advertisement