જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગોધરા દ્રારા રોજગાર ભરતીમેળાનુ આયોજન શહેરાના કાંકરી સરકારી આઇટીઆઈ ખાતે આવેલા મકાનમાં કરવામા આવ્યુ હતુ. મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગાર યુવક યુવતીઓ નોકરી મળશે એ આશાએ ઉમટી પડ્યા હતા અહીં પાંચ જેટલી ખાનગી કંપનીઓ દ્વારા વિવિધ અભ્યાસક્રમોમાં ડીગ્રી મેળવનારાઓના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા
એક ખાનગી કંપની દ્રારા માત્ર મહિલાઓમાટે ઇન્ટવ્યુ લેવામા આવ્યા હતા.આ રોજગારમેળામાં આઇટીઆઇ કરેલા ઉમેદવારો મોટી સંખ્યામાં નજરે પડતા હતા.જીલ્લા રોજગાર કચેરીમા જેમના નામ નોધાવ્યા હોય તેવા ઉમેદવારોને એસએમએસ થકી જાણ કરવામા આવી હતી.
એક તરફ ગુજરાતમા બેરોજગારીની સમસ્યાઓ વધી રહી છે.ત્યારે આવા બેરોજગારો માટે આવા મેળાઓ આર્શિવાદ મળી સમાન બની રહે છે.
Advertisement