પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના મુજબ ભરૂચ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન.પટેલ ના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલસીબીના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.એસ.ચૌહાણ તથા ટીમના પોલીસ માણસોને અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સારુ અંકલેશ્વર વિસ્તાર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીદાર મારફતે બાતમીની હકીકત મળેલ કે અંકલેશ્વર જીઆઇડીસીમાં પ્લોટ નં. 2301/1 ખાતે આવેલ લક્ષ્મી એન્ટરપ્રાઇઝ કંપની માં એક ટ્રક નંબર GJ 16 Z 9974માં ખાતરની થેલીઓ ભરેલ હાલતમાં ડ્રાઇવર શબ્બીરહુસેન શાકિરહુસેન આરબ ઉં.વ. 38 રહે; પંચાયત ફળિયું, સાગબારા, જી-નર્મદાનો હાજર મળી આવતા તેને સાથે રાખી ટ્રકમાં તપાસ કરતા ટેકનીકલ ગ્રેડ યુરિયાની 50 કિ.ગ્રા.ની 440 પ્લાસ્ટિકની થેલીઓ જેનું કુલ વજન 22,000 હજાર કિ.ગ્રા.ની કિંમત રૂપિયા 04,40,000/-નો મુદ્દામાલ મળી આવેલ. જે યુરિયાના કોઈ બિલ કે આધાર પુરાવા રજુ કરેલ નહીં જેથી મળી આવેલી યુરિયા ખાતર ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલ હોવાનો શક જતાં મળી આવેલ મુદ્દામાલ સાથે ટ્રકની કિંમત રૂપિયા 6,00,000/- ગણી કુલ કિંમત રૂપિયા 10,40,000/-ના મુદ્દામાલ સહિત આરોપીની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
અંકલેશ્વર GIDC સ્થિત લક્ષ્મી એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી આધાર-પુરાવા વગરની શંકાસ્પદ 440 નંગ યુરિયા ખાતરની થેલીઓ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.
Advertisement