આજરોજ ભરૂચની હોટેલ રિજેન્ટા સેન્ટ્રલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં ભારતની ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ તથા હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી ખ્યાતનામ પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા ભરૂચ શહેરમાં નવા પેટ્રોલ પંપ માટે ડીલર્સશિપની માહિતી આપવા હેતુસર પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં ઝડપી વિકાસશીલ અર્થતંત્ર માટે, ઊર્જાની જરૂરિયાતો અનેક ગણી વધી રહી છે. પીએસયુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી – બીપીસીએલ, એચપીસીએલ અને આઇઓસી એલ) રિટેલ આઉટલેટ (પેટ્રોલ પમ્પ) નેટવર્કનું સંચાલન કરે છે. પેટ્રોલ અને ડીઝલની માંગમાં વૃદ્ધિ સાથે વિસ્તરણ. પેટ્રોલ અને ડીઝલની છૂટક વેચાણ આશરે 8% અને 4%ની કિંમતે વધી રહી છે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કંપની દ્વારા પ્રેસ કોનફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણેય કંપનીના અધિકારીઓ દ્વારા પત્રકારોને પેટ્રોલ પંપ શરૂ કરવા અંગે માહિતી આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં ત્રણેય કંપનીના 163 જેટલા પેટ્રોલ પંપ શરૂ કરવામાં આવશે જે માટે ઓનલાઈન બુકીંગ પણ કરી શકાશે. www.petroldumpdealerchavan.in વેબસાઈટ પર આ અંગેના ફોર્મ ભરી શકાશે. આ સહિતની માહિતીઓ પુરી પાડવા માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.