ભરૂચની નજીક આવેલ નંદેલાવ-બાયપાસ રોડ ઉપર મઢુંલી નજીકના SBI બેંકના ATMને જ તસ્કરો કેમ નિશાન બનવવાનો પ્રયાસ કરે છે, તેના કારણો જોતા આ ATM રાજ્ય ધોરી માર્ગની તદ્દન નજીક આવેલ છે. કોઈપન તસ્કરો રાત્રીના સમયે વાહનમાં આવી પોતાની તસ્કરી કરી પલાયન થઈ શકે છે. થોડા જ અંતરે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ હોવાથી પોલીસ તંત્ર હરકતમાં આવે કે તપાસનો આરંભ કરે તે પહેલાં જ તસ્કરો ક્યાંક ને ક્યાંક લાંબા અંતરે નીકળી જવામાં સફળ થઈ શકે છે.
ઉપરાંત પરપ્રાંતિયોની વસ્તી નજીક આ ATM સેન્ટર આવેલ હોવાથી આ સેન્ટરની સલામતી અર્થે વધુ પગલાં લેવાવા જોઈએ. આ જ કારણોસર રાત્રીના સમયે સામાન્ય રીતે શુમસાન વિસ્તારમાં આવેલ આખેઆખા ATMને ઉચકી લઈ જવાનો પણ પ્રયાસ અગાઉના દિવસોમાં તસ્કરો દ્વારા કરવામાં આવ્યો હતો.
ભોલાવ વિસ્તારમાં આવેલ શુરભી બંગ્લોઝ નજીક HDFC બેંકના ATM સેન્ટરને તોડી લાખો રૂપિયાની ચોરી કરી હોવાનો બનાવ પણ પોલીસના ચોપડે પણ નોંધાયો છે.