ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વાલિયા, ઝઘડીયા અને નેત્રંગ પંથકમાં દિપડા દેખાવાની બૂમો વચ્ચે હવે અંકલેશ્વર તાલુકાના અડીને આવેલ જૂના ગામની સીમમાં દેખાવવા પામી છે. આ અંગે જૂના રહિશોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. જુના દીવા ગામમાં આવેલ ખેડૂતોમાં ખેતી કરવા જતા માટે ડરનો માહોલ ઉભો થયો છે. આ અંગે ગામના અગ્રણીઓએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ઓફિસર મહિપાલસિંહ રાઠોડને પોતાની ટીમને મોકલી આપતા હાલમાં જૂના ગામની સીમમાં આવેલ ખેતરમાં દીપડાને ઝડપી પાડવા માટે પાંજરૂ મૂકવામાં આવેલ છે. ખેડૂત અગ્રણી વિવેકભાઈ જણાવ્યું કે આ દીપડો પાંજરે પુરાઈ તો ગામલોકો પોતાના ખેતરોમાં ખેતીકામ માટે જઈ શકશે. હાલ તો ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. અહીં જૂના માર્ગ ઉપર ઘણી સોસાયટીઓ પણ આવેલી હોય પ્રજામાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે.
Advertisement