વેપારીઓ દ્વારા અમદાવાદની ઝોનલ ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું
લીમડી શહેર દિવસેને દિવસે ભાંગી રહ્યું છે લોકો હિજરત કરીને અન્ય શહેરોમાં જઈ રહ્યા છે ત્યારે લીંબડી શહેરના મધ્યમાં આવેલી એક બેંકને અન્ય બેંકમાં મર્જ કરવામાં આવી રહ્યાની જાણ લીમડી ના વેપારીઓને થતા સલામતીને લઈને અન્ય બેંકમાં એસબીઆઈ બેંકને મરજી નહીં કરવા અમદાવાદ મેઈન ઝોનલ ઓફિસમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું
લીંબડી શહેરના હાર્દ સમા લુહાર સુથાર ની વાડી સામે મુખ્ય બજારમાં છેલ્લા આઠ વર્ષથી કાર્યરત એસબીઆઇ બેન્કને કોઈપણ કારણોસર રેલવે સ્ટેશન રોડ ઉપરની મુખ્ય એસબીઆઇ બેન્ક માં કરવાની હિલચાલ શરૂ થવાની જાણ લીમડી વેપારીઓને થતા વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરી પ્રથમ સુરેન્દ્રનગર અને ત્યારબાદ અમદાવાદ ખાતેની એસ બી આઈ ઝોનલ ઓફિસમાં લીમડી વ્યાપારી એશોસીયનના પ્રમુખ જાફર ભાઇ કોઠીયા કિરણભાઈ સહિતનાઓએ આવેદનપત્ર પાઠવી જણાવેલ કે લીમડી મધ્યમાં આવેલી બેન્કમાં વેપારીઓની સુરક્ષાને લઈને કોઈ અધટીત ઘટના બને તેમ નથી અને જો આ બેંકને રેલવે સ્ટેશન રોડ ઉપરની મુખ્ય બ્રાન્ચમા મર્જ કરવામાં આવશે તો વ્યાપારીઓ દ્વારા મોટી રકમ લઈને જવા-આવવામાં અને અન્ય ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે તેમ છે તો લુહાર સુથાર ની વાડી સામે ની એસબીઆઇ બેન્ક ને મર્જ કરવામાં ના આવે તેવી ઉગ્ર માંગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું