ભરૂચ નગર ખાતે મિલકત વેરો વસુલ કરવા અંગે ભરૂચ નગરપાલિકાએ કડક નીતિ અપનાવી છે. નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા સપાટો બોલાવતા રૂપિયા ૧ લાખ કરતા વધુ મિલકત વેરો બાકી હોય તેવી ૫ જેટલી મિલ્કતને સીલ કરી દેવામાં આવી હતી. જેમાં ૨ દુકાન નર્મદા માર્કેટની તેમજ ૩ મિલકત રૂત્વા પેલેસના રહેણાંક મકાનનો સમાવેશ થાય છે. જે પણ મિલકતને સીલ કરવામાં આવી છે તેની હવે હરાજીની પક્રિયા કરવામાં આવશે. જોકે હજી પણ આ મિલકતના માલિકો ૧૫ દિવસમાં વ્યાજ પેન્લટી સાથે વેરો ભરી શકે તેવો વિકલ્પ ખુલ્લો હોવાનું નગરપાલિકા તંત્રએ જણાવ્યું હતું.
Advertisement