પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના મુજબ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની ડ્રાઇવ અનુસંધાને એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.જી.ગઢવી નાઓ તથા પોલીસ માણસોની ટીમ બનાવી ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા કાર્યરત હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દિલીપ ચંદુભાઇને બાતમીથી હકીકત મળેલ કે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નંબર. I37/2018 ઇ.પી.કો.ક.143,147,148,149,325,323,504 તથા જી.પી. એક્ટ 135 મુજબના કામનો તથા વાલિયા પોલીસ સ્ટેશનના ગુનાના કામનો વોન્ટેડ આરોપી રૂપેશ મગન વસાવા. રહે; રોડ ફળિયું, માંડવા, અંકલેશ્વર જે ગડખોલ પાટિયા પાસે આવનાર છે જે બાતમીના આધારે વોચમાં રહી આરોપી મળી આવતા તેને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી CRPC-41(1)I મુજબ અટક કરી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા માટે સોંપેલ છે.
અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન તથા વાલિયા પોલીસ સ્ટેશનના ગુનાઓના વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ
Advertisement