ગતરોજ અંકલેશ્વર શહેરમાં આવેલ જુના એસ.ટી. ડેપોની સામે કોઈક અજાણ્યા ઈસમ દ્વારા પોતાનું વાહન પાર્ક કરીને જતા રહેતા ડેપો ખાતે આવતી જતી એસ.ટી. બસોના ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અંકલેશ્વર શહેરમાં ડેપો હોવાના કારણે ડેપોમાં રાજ્યભરની બસો અવર જવર કરતી હોય છે. જે દરમિયાન ગતરોજ બપોરના સમયે કોઈ ઈસમ દ્વારા કાર નં. જીજે 16 બીકે 3784 કાર રસ્તા ઉપર જ પાર્ક કરી દેવામાં આવી હતી. જેને કારણે કોઈપણ બસ ટન લઈ શકતી કે ના નીકળી શકતી હતી. એવા સંજોગોમાં ડેપોના મેનેજરે અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ફરિયાદ કરતા ત્યારે પોલીસ કોઈ કારણસર પહોંચી શકી ન હતી. પરંતુ મોડી સાંજે પોલીસ આવી જતાં થોડી જ રસ્તામાં પાર્ક કરેલ કારના માલીકને શોધી કાર રસ્તા ઉપરથી સાઈડમાં કરી એસ.ટી. ડેપો બસના માર્ગને ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો.તેમજ આવા બેજવાબદાર લોકો સામે પોલીસ પગલા ભરે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.
અંકલેશ્વરમાં જુના એસ.ટી. ડેપોના માર્ગ પર કાર પાર્ક કરતા બસ ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
Advertisement