Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહારાષ્ટ્રના રાજયપાલ વિધાસાગર રાવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

Share

રાજપીપલા, શનિવાર –મહારાષ્ટ્રના રાજ્યપાલ સીએચ.વિધાસાગર રાવે આજે સરદાર વલ્લભભાઇ પટેલના કેવડીયા ખાતે સ્થાપિત સરદાર સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીની અને તેની સાથે સંલગ્ન વેલી ઓફ ફ્લાવર્સ,ટેન્ટ સીટી સહિતના વિવિધ આકર્ષણોની મુલાકાત લેવાની સાથે પરમ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.મહારાષ્ટ્રના રાજયપાલ સીએચ.વિધાસાગર રાવ આજે સવારે કેવડીયા કોલોનીમાં હેલીકોપ્ટર ધ્વારા આવી પહોચતાં જિલ્લા કલેકટર આર.એસ.નિનામા,સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સીના કમિશ્રનર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના એડમિનીસ્ટ્રેટર આઇ.કે.પટેલ,જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીએ રાજયપાલનું પુષ્પગુચ્છથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.રાજયપાલની સાથે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસીપલ કમિશ્રનર રાકેશ શંકર પણ આ પ્રવાસમાં સાથે જોડાયાં હતાં.
મહારાષ્ટ્રના રાજયપાલ સીએચ.વિધાસાગર રાવે જણાવ્યું હતું કે,સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ કાર્યના પ્રારંભિક તબકકામાં દેશના તમામ ગામોની માટી અને ખેતીમાં ઉપયોગમાં લેવાતા ખેત ઓજારના લોખંડ એકત્રીકરણની કામગીરીમાં પોતે આંધ્ર પ્રદેશના ઇન્ચાર્જ હતાં.આજે સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમાના સ્મારક સ્થળના દર્શનથી હું ધન્યતા અનુભવુ છું.સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણના વિલક્ષણ વિચાર અને તેના સંકલ્પબધ્ધ અમલીકરણ માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આદરપૂર્વક યાદ કરતાં આ વૈશ્વિક કિર્તીમાન સમી પ્રતિમાના નિર્માણમાં ભગીરથ ઇજનેરી પરિશ્રમ સહિતની બાબતોને બિરદાવવાની સાથે અહીં પ્રવાસન વિભાગ તરફથી પ્રવાસીઓને અપાઇ રહેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષ જાણકારી અંગે સંતોષની લાગણી વ્યકત કરી હતી.દેશના ૫૬૨ રજવાડાઓના વિલીનીકરણના સરદાર સાહેબના યોગદાનને બિરદાવ્યું હતું.અતિ વિરાટ સરદાર સાહેબના આદર્શોને જીવનમાં ચરિતાર્થ કરવા તેમના જીવન ચરિત્રને દરેક રાજયના પાઠય પુસ્તકમાં સમાવેશ કરવાનું પણ તેમણે સૂચન કર્યું હતું.

મહારાષ્ટ્રના રાજયપાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સભાખંડમાં સરદાર સાહેબના જીવન અને કવનને વણી લેતી ફિલ્મ નિહાળી હતી.તેમણે ૪૫ માળની ઉંચાઇએ પ્રતિમાના હદય સ્થળેથી માતા નર્મદા અને વિધ્યાંચલ-સાતપૂતાડાની ગિરિમાળાઓના દર્શન કર્યા હતાં.મહારાષ્ટ્રના મૂલાકાતી રાજયપાલ સીએચ.વિધાસાગર રાવની આ મુલાકાત દરમિયાન નાયબ કલેકટર ઠાકોરે વેલી ઓફ ફલાવર્સ સહિતની અન્ય જાણકારી ઉપરાંત નિગમના કાર્યપાલક ઇજનેર એ.વી.ગજજર અને નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એમ.આઇ.બ્રમભટ્ટે સાથે રહીને તકનીકી જાણકારી પૂરી પાડી હતી.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ દેડીયાપાડાની સબ-ડિસ્ટ્રક્ટ હોસ્પિટલ તેમજ સાગબારાના સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી.

ProudOfGujarat

ભરૂચનાં મહેગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત.

ProudOfGujarat

અંકલેશ્વર- રેલવે અકસ્માત નો ભોગ બનેલા વ્યક્તિના પરિવાર ને જાગૃત યુવાનો દ્વારા આખા વર્ષનું અનાજ આપી માનવતાની મહેક પ્રસરાવી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!