વેસ્ટન રેલ્વે એમ્પલોઈઝ યુનિયન દ્વારા ત્રિ દિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં રેલ્વેના કર્મચારીઓને પોતાના હકો વિશેની માહીતી આપવામા આવી હતી.
પંચમહાલ જીલ્લા વેસ્ટર્ન રેલ્વે યુનિયન દ્વારા ગોધરા ખાતે આવેલા વેસ્ટર્ન રેલ્વેના એપ્લોઈઝ યુનિયનની ઓફીસ ખાતે ત્રિદિવસીય માર્ગદર્શન અનેતાલીમ શિબીરનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમાં પહેલા દિવસે યુનિયનના મહામંત્રી જે.આર. ભોસલેના વરદ હસ્તે શિબીરેને ખુલ્લી મુકવામા આવી હતી.જેમાં તેમણે યુનિયનના ઈતિહાસ વિશે તેમજ યુનિયન કઈ રીતે કર્મચારીઓ માટે કામ કરે છે. તેની વિસ્તૃત માહિતી અને જાણકારી આપી હતી. બીજા દિવસે રેલ્વેમાં હાલ નવુ શુ આવી રહ્યુ છે. તેની જાણકારી આપવામા આવી હતી. ત્રીજા દિવસે એપ્લોઈ઼ઝ યુનિયનના મંડલ મંત્રી સંતોષ પવારે તેમા કેટલી બ્રાન્ચો છે તે કઈ રીતે ચાલી રહી છે.તેની જાણકારી રેલકર્મીઓને આપવામાં આવી હતી.આ ત્રિદિવસીય શિબિરમાં રેલકર્મીઓ તજજ્ઞો પાસેથી તાલીમ લીધી હતી.જેમા બ્રાન્ચના રિજનલ આર્ગેનાઈઝર સેક્રેટરી બી. કે.ધનોતિયા તથા શાખામંત્રી શેરસિંહ મીના સહીતના અન્ય રેલના અધિકારીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ શિબીરને સફળ બનાવી હતી.