પંચમહાલ જીલ્લા ખાણખનીજ વિભાગ દ્વારા પાછલા દિવસોમાં ખનીજચોરી કરનારાઓ સામે લાલ આંખ કરતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જેમા આ વર્ષના એપ્રિલ મહીનાથી નવેમ્બર સુધીમાં 2 કરોડથી વધુની દંડકીય રકમની વસુલાત કરવામાં આવી છે. નિયમો તોડનારા ઈંટોના ભઠ્ઠાઓના માલિકોને દંડકિય વસુલાત માટે નોટીસ આપવામા આવી છે. જેમાં પડતર કેસોમાં પણ વસુલાત કરવામા આવનાર છે
પંચમહાલ જીલ્લામા આવેલી વિવિધ નદીઓ ખનીજ માફિયાઓ માટે જાણે સ્વર્ગ સમાન બની છે. જેમાં ખનીજચોરો પરવાનગી વગર માટી કે રેતીનુ ખનન કરતા હોય છે. ત્યારે પંચમહાલ જીલ્લા ખાણખનીજ વિભાગે આવા તત્વો સામે લાલ આંખ કરી છે. ખાણખનીજ વિભાગ દ્વારા પાછલા દિવસોમાં નદીઓ તેમજ ગેરકાયદેસર માટીનું ખનન થતું હોવાની સામે તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે પણ આ વર્ષના એપ્રિલ મહીનાથી માંડીને પુરા થતા નવેમ્બર મહીના દરમિયાન બે કરોડ સાત લાખ એકાણુ હજાર રુપિયાની દંડકીય વસુલાત કરવામાં આવી છે.સાથે નવેમ્બર માસમાં ૩૭ જેટલા કેસ પકડીને ૨૪.૧૧ લાખની વસુલાત કરવામાં આવી છે.
જીલ્લામા આવેલા તાલુકાના ગ્રામીણ વિસ્તારોના ઈંટોના કેટલાક ભઠ્ઠાઓ સામે પણ લાલ આંખ કરવામા આવી હતી. જેમા ઈંટોના ભઠ્ઠાઓના માલિકોને નોટીસ આપવામા આવી છે સાથે ૩૦ નવેમ્બર ૨૦૧૮ની સ્થિતીએ 54 જેટલા પડતર કેસોમાં 2 કરોડ એક્યાશી લાખ છ્યાસી હજારની દંડકીય વસુલાત કરવાની બાકી છે. જે આગામી સમયમાં કરી દેવામા આવશે હોવાનુ ખાણખનીજ વિભાગ તરફથી જાણવા મળ્યુ છે.