Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના આંબોલી ગામમાંથી જમીનમાં ખાડો ખોદી સંતાડેલ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

Share

પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા, વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓના માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતા પ્રોહીબીશનના ગુનાઓ તેમજ મુદ્દામાલ શોધી કાઢવા જણાવેલ જેથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય.પઠાણ પેરોલ સ્કોડ ભરૂચ નાઓને બાતમી મળેલ કે અંકલેશ્વરના આંબોલી ગામમાં ટેકરી ફળિયામાં રહેતા જીગ્નેશ ઉર્ફે જીમ્બો મંગુ વસાવાના રહેણાંક મકાનમાં પશુ બાંધવાના વાડામાં એક લોખંડના ટેબલ નીચે ખાડો ખોદી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો સંતાડેલ છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે જગ્યા ઉપર જઈ તપાસ કરતા જીગ્નેશ વસાવાને ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ 226 તથા બીયરના ટીન તેમજ બિયરની બોટલ કુલ નંગ 58 મળી કુલ કિંમત રૂપિયા 30,800/- ના મુદ્દામાલ સહિત પેરોલ ફર્લો સ્કોડ ભરૂચની ટીમે ધરપકડ કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ સ્થિત કસ્તુરબા બાલિકા ગાંધી વિદ્યાલય શણકોઈ ખાતે દિવાળી નિમિત્તે બાળકીઓને ભેટ આપવામાં આવી.

ProudOfGujarat

નડિયાદના કપડવંજ રોડ પર અજાણ્યા વાહન ચાલકની ટક્કરે એકનું મોત

ProudOfGujarat

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા નીકળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!