Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર શહેરના ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે થતા નિકાલ સામે અને મળેલ સ્વચ્છતાના એવોર્ડ સામે પ્રશ્ન..?

Share

આંબોલી રોડ પર આવેલ અંકલેશ્વર નગર સેવા સદન સંચાલિત અને અંકલેશ્વર શહેર ના ઘન કચરા ને (કહેવાતા) વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે છે.અને તેમને સ્વચ્છતા અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે ના એવોર્ડ પણ મળ્યા હતા.

હાલ ચાલતી આ ગેરકાયદેસર ની  નિકાલ ની પ્રવૃત્તિ જોતા *તેમને મળેલ એવોર્ડ સામે પણ પ્રશ્નો ઉભા કરે છે.*

Advertisement

હાલ અહીંયા રોજ કચરો સળગાવી નિકાલ કરવામાં આવે છે જેમાંથી નીકળતા ધુંવા અને દુર્ગન્ધ થી આસપાસ ના રહેઠાણ ના વિસ્તાર ના લોકો ના સ્વાસ્થય માટે ઘણું જ નુકશાન કારક છે . અસ્થમા જેવી ગંભીર પ્રકાર ની બીમારીઓ થઈ રહી છે. ત્યાંથી પસાર થતા રાહદારીઓ માટે અનેક મુશકલીઓ નો સામનો કરવો પડે છે અકસ્માતો થવાની સંભવના રહે છે.અસહ્ય દુર્ગંધ ના લીધે નાક બન્ધ કરી પસાર થવું પડે છે.

એજન્સી ને કોન્ટ્રાક્ટ  વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી તેમાંથી ખેડૂતો માટે ખાતર બનાવવા આપવામાં માટે આપવામાં આવ્યું હતું. ખાતર ની ગુણવત્તા, વેચાણ ની શમશ્યાઓ તેમજ કોન્ટ્રાકટ ના નાણાં ચુકવણી ના વિવાદ  કોન્ટ્રાક્ટર સાથે  થતા આ કામગીરી બંધ થઈ હતી.

સ્થાનિક  રહીશ અને પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સભ્ય શ્રી ઝીક્યારભાઈ  પટેલે જણાવ્યું હતું કે અહીંયા આ સાઇટ સાથે રહેણાંક સોસાયટીઓ આવેલ છે.અમોએ વારંવાર ફરિયાદ કરવા છતાં પરિણામ મળતું નથી અમારા માટે આ વિસ્તાર રહેવા માટે મુશ્કેલ બન્યું છે. હવે અમોને કોઇ અન્ય રહેઠાણ ની જગ્યા આપવામાં આવે અથવા આ સાઇટ અહીંયા થિ અન્યત્ર રહેઠાણ વિસ્તાર થી દુર લઇ જવામાં આવે એવી અમારી માંગણી છે. અન્યથા અમારે છેવટ ના વિકલ્પ તરીકે કોર્ટ કાર્યવાહી કરવાની ફરજ પડશે.

આ મળેલ ફરિયાદો ના અનુસંધાને સ્થાનિક પ્રકૃતિ સુરક્ષા મંડળે નગર સેવા સદન માં ફરિયાદ કરતા તેમને સેવા સદન તરફથી જવાબ મળ્યો હતો કે અમો તો હવે આધુનિક પદ્ધતિ થી નિકાલ કરીએ છીએ અને આગ કે ધુવા નો કોઇ પ્રશ્ન જ નથી. કોઇ નાની મોટી ફરિયાદ હશે તો નિકાલ કરીશું.

જો કે મોડે થી ફાયર બ્રિગેડ ની ગાડી મોકલી લગાડેલ  આગ ને કન્ટ્રોલ કરવાના પ્રયત્નો ચાલુ હતા.


Share

Related posts

સર્વપ્રિય નેતા સ્વ.અહમદ પટેલના જન્મદિવસ નિમિતે અંકલેશ્વર સ્થિત સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટે ફ્રી ઓ.પી.ડી કન્સલ્ટેશનનું આયોજન કર્યું.

ProudOfGujarat

ઝઘડિયા ખાતે કરોડોના ખર્ચે બનેલી ગટર લાઇનનું વર્ષોથી મોટાપાયે લીકેજ થતાં જનતામાં રોષ…

ProudOfGujarat

ભરૂચના રેલવે કોલોની ખાતે ટાંકીમાંથી કોબ્રા સાપ મળી આવ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!