25 લાખની લૂંટના સમાનમાંથી લગભગ 7.50 લાખનો મુદ્દામાલ વેચવા જતા બે વ્યક્તિઓ મળી આવતા બાયડ પોલીસે ઝડપી લીધા બાદ રાજપીપળા પોલીસ ને સોંપ્યા.
લૂંટની ઘટના બાદ તાત્કાલિ રાજપીપળા પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચી સમગ્ર રાજ્યમાં મેેસેજ કરતા લૂંટના મુદ્દામાલ પૈકી માણેકચંદ પાન મસાલાના બોક્સ વેચવા જતા બેને બાયડ પોલીસે પકડાયા હતા.
રાજપીપળા:વડોદરા કેબલ ફેક્ટરી ખાતેથી કેબલ તેમજ પાન મસાલાના બોક્સ અને ઉંદર મારવાની દવાની બેગો તથા અને તાડપત્રીના બંડલો લઈ રાયપુર છત્તીસગઢ જવા નીકળેલા ટ્રક ડ્રાઈવર ગુમાનસીંગ બીરસીંગ જાટ ગત તારીખ 17ના રોજ રાત્રે લગભગ બે વાગે નાંદોદના રૂંઢ ગામ પાસે આવેલી હિમાચલ પંજાબ હોટેલ પર રોકાઈ જમી ત્યાંજ ટ્રકના કેબીનમાં સૂતો હતો.દરમિયાન અચાનક ચાર જેટલા અજાણ્યા વ્યક્તિઓ ત્યાં આવી કેબીનમાં સુતેલા ડ્રાઈવરના મોઢા પર ચાદર નાખી દોરી વડે ડ્રાઈવરને કેબીનમાં બાંધી દઈ ત્યાંથી ટ્રક ચલાવી અંકલેશ્વર તરફ જતા રોડ પર દૂર લઈ જઈ વચ્ચે ટ્રક ઉભી રાખી ટ્રકમાં ભરેલો સમાન સહિત 25 લાખના મુદ્દામાલની સનસનાટી ભરી લૂંટ મચાવી હતી.
આ લૂંટના બનાવમાં રાજપીપળા પોલીસે બે વ્યક્તિઓને 7.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.લૂંટની ઘટના બાદ રાજપીપળા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પોહચી લૂંટ બાબતે ના આખા રાજ્યમાં મેસેજ મોકલ્યા હતા.અરવલ્લી જિલ્લાના બાયડ પોલીસની હદમાં પણ થયેલી આવી જ એક લૂંટની તપાસ કરી રહેલી બાયડ પોલીસને લગભગ 7.50 લાખ રૂપિયાના માણેકચંદ પાન મસાલાના 78 નંગ બોક્સ વેચવા જતા બે વ્યક્તિઓ પર એમને શંકા ઉપજી હતી.બાદ બાયડ પોલીસે નિશાર મહંમદ બદામ અને સિદ્દીક હુસેન ઓકલાની (બંનેરહે,ગોધરા)જણાતા અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી.એ
તપાસમાં એમણે એ લૂંટનો મુદ્દામાલ નાંદોદના રસેલા પાસેથી લૂંટયો હોવાનું જણાવ્યું હતું.જેથી રાજપીપળા પોલીસને જાણ કરતા આ બે આરોપીને લૂંટની તપાસ કરનાર પી.એસ.આઈ એસ.કે.રાઠવા બાયડ ખાતેથી રાજપીપળા લઈ આવ્યા હતા.હવે વધુ તપાસ માટે બંનેના રિમાન્ડ મેળવી બાકીનો મુદ્દામાલ અને લૂંટમાં કોણ કોણ સામેલ હતું એ બાબતે આગળની તપાસ થશે.