Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઘાસવાડાથી સંતરામપુર જતી ગૌવંશ ભરેલી પિકઅપ વાન પકડી ગૌવંશને બચાવી જીવદયાનું ઉત્કૂષ્ઠ ઉદાહરણ પુરૂ પાડતી કડાણા પોલીસ.

Share

મહિસાગર જીલ્લાના પોલીસ અધિક્ષક ઉષા રાડા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તથા ગૌરક્ષક નાયબ પોલીસ અધિક્ષક શ્રી એન.વી.પટેલ સાહેબે કતલખાને જતી ગૌવંશની પ્રવૃતીને અટકાવવા કાયદેસરની કડક અમલવારી કરવા સૂચના કરતા પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.સી.પરમાર કડાણા પો.સ્ટે. તથા કડાણા પો.સ્ટે. ના કુલદિપસિંહ, હેમાભાઇ એ રીતેના પેટ્રોલીંગમા હતા દરમ્યાન નાયબ અધિક્ષક સાહેબ લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓને બાતમી મળેલ કે ઘાસવાડા થી સંતરામપુર જવાના રોડ ઉપર એક પિકઅપ ડાલા નંબર R.J.03 GA.2273ની અંદર ગેરકાયદેસર ગૌવંશ ભરી કતલ કરવાના ઇરાદે ભરી જનાર હોય પકડવા સુચના કરતા કડાણા પો.સ્ટે. ના પોલીસ સ્ટાફ દ્વારા નાકાબંધી દરમ્યાન બાતમી મુજબનુ મહિન્દ્રા બોલેરો પિકઅપના ડાલુ આવતા તેને રોકી ચેક કરતા ટાટપટૃી તથા લાકડાના પાટીયા મારી અંદરના ભાગે ઘાસચારો રેતી કે પાણીની સગવડ વગર બળદોના પગ અને મોઢાના ભાગે ક્રુરતા પુર્વક બાધી ખીચોખીચ ભરેલ બળદો નંગ – ૦૪ કિ. રૂ.૪૦,૦૦૦/- ના ગેર કાયદેસર ભરેલા હોય અને પીકઅપ ડાલા સાથે એક ઇસમ નામે બાબુલાલ મેવાલાલ જયસ્વાલ (કલાલ) રહે.પ્રજાપતિ મોહલ્લા ચોકડી તા.રેલમગરા જિ.રાજસમદ રાજય રાજસ્થાન નાને પકડી પાડેલ છે. પીકઅપ ડાલાની કિ.રૂ. રૂ.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ – ૦૨ કિ.રૂ. ૧૦૦૦/- મળી કુલ રૂ. કિ.રૂ.૨,૪૧,૦૦૦ નો મુદામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. આ બળદો સંતરામપુરના અસફાક રહીમ દરવેશ ઉર્ફે અસફાક વણજારા રહે; સંતરામપુર નાએ મંગાવેલ હોવાની કબુલાત કરેલ છે.

રાજ સોલંકી, લુણાવાડા.

Advertisement

Share

Related posts

સુરત : નશાબાજ ડ્રાઈવરો પર એસ.ટી. વિભાગની લાલ આંખ

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના હસતી તળાવ વિસ્તારમાં આવેલ ગજાનંદ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ProudOfGujarat

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલને CSR એક્ટીવીટી ભાગરૂપે ડોનેશન સ્વરૂપે મળી ૩ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સુવિધા અપાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!