Proud of Gujarat
GujaratFeaturedINDIA

ચાવજ ગામ ખાતે ગુજરાત રાજ્યના પ્રથમ પૂર્વ મહિલા મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આંનદીબહેન પટેલના 77માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

Share

ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલનો આજે 77મો જન્મદિવસ છે. તેઓ ૧૯૮૭થી ભારતીય જનતા પાર્ટીનાં સભ્ય છે, જો કે પહેલા તેઓ આરએસએસમાં જોડાયા હતા. ગુજરાત સરકારમાં તેઓએ સને. ૨૦૦૭થી ૨૦૧૪ દરમિયાન માર્ગ અને મકાન બાંધકામ, મહેસૂલ, શહેરી વિકાસ વગેરે જેવા મંત્રાલયોનાં કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારીઓ સંભાળી હતી.

Advertisement

આજરોજ ચાવજ ગામ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે ગુજરાત રાજ્યના પ્રથમ પૂર્વ મહિલા મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આંનદીબહેન પટેલના 77માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પંચાયતના સદસ્ય શૈલાબહેન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય ભૂમિકા પટેલ, ચાવજ ગામના સરપંચ અપેક્ષા પટેલ તેમજ આમંત્રિત મહેમાનોના હસ્તે જરૂરિયાતમંદ મહિલાઓને 251 જેટલા ધાબળા તેમજ બાળકોને 151 જેટલા ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચાવજ ગામના સ્થાનિકો, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

શ્રવણ ચોકડી વિસ્તારમાં ઘાસ ભરેલ ટ્રેક્ટર પલટી ખાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય

ProudOfGujarat

ગોધરા : JEE અને NEET ની પરીક્ષાઓ મુલતવી રાખવા પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતીની માંગ.

ProudOfGujarat

રાજપીપળા : બોરીદ્રા ગામમાં વારંવાર ધ્રુજતી ધરતી ચકાસવા ગાંધીનગર ‘ISR’ ની ટીમ પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!