ગોધરા, રાજુ સોલંકી
ગોધરામાં આવેલી ગોવિંદગુરુ યુનિર્વસિટીની વિર્ધાર્થીઓની ૧૫ સભ્યોની ખોખોની ટીમ મહારાષ્ટ્રના જલગાવ ખાતે નેશનલ કક્ષાએ રમવા પહોચી હતી.
પંચમહાલ જીલ્લાના વડામથક ખાતે ગોવિંદગુરુ યુનિર્વસીટીમાં વર્ષ દરમિયાન વિવિધ ખેલકુદની સ્પર્ધાઓ યોજતી હોય છે.જેમા સપ્ટેમ્બરમાં માસમાં યોજાયેલી યુનિર્વસીટી સંલગ્ન કોલેજોની ખોખો સ્પર્ધામાં ફાઇનલ સ્પર્ધા યોજાઇ હતી જેમા યુનિર્વસિટીની સંલગ્ન કોલેજોમાંથી ઉત્તમ ખોખોની ખેલાડીઓ (બહેનો)ની પસંદગી કરવામાં આવી હતી.જેમાં કોચ બહાદુર સિંહ ગોહીલની આગેવાનીમાં આ ખોખોની ટીમની બહેનો પીટીઆર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા,આર્ટસ કોર્મસ કોલેજ ઝાલોદ,આર્ટસ કોર્મસ કોલેજ કાંકણપુર,ગર્વ આર્ટસ કોલેજ મોરવા હડફ,આર્ટસ કોલેજ સીમલીયાની કોલેજોનો સમાવેય થાય છે.હાલ આ ૧૫ સભ્યોની ટીમ નેશનલ કક્ષાએ પ્રતિનિધિત્વ કરવા માટે કવિયત્રી બાહીનાબાઇ નોર્થ મહારાષ્ટ્ર યુનિર્વસીટી ઉમાવીનગર,જલગાવ મહારાષ્ટ્ર ખાતે વેસ્ટ ઝોન યુનિર્વસીટી (મહિલા) ખોખો સ્પર્ધામાં ભાગ લેવા પહોચી છે.જ્યા દેશભરમાંથી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.