Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઔદ્યોગિક વસાહતો માં અને તેની આસપાસ પાણી ના ગેરકાયદેસર ના બોર દ્વારા ભૂગર્ભ જળ નો દુરૂપયોગ થવાથી જળ સ્તર નીચે ગયા અને પ્રદુષિત થયાની શંકા

Share

*સેન્ટ્રલ ગવર્મેન્ટ વોટર ઔથોરિટી ને તપાસ અને કાર્યવાહી માટે લેખિત જાણ કરાઈ*

Advertisement

અંકલેશ્વર
તારીખ. 20.11.18

એક તરફ ગુજરાતમાં પાણીનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે. . ભૂગર્ભ જળના સ્તરને વધારવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ ખેતી, ઔધોગીકરણ અને શહેરીકરણના કારણે ઝેરી બની રહેલ ભૂગર્ભ જળ અંગે કોઈ ચિંતા કરવામાં નથી આવતી. ભૂગર્ભ જળને ઝેરી બનતુ અટકાવવાની જવાબદારી આપણા સૌની છે.ભૂગર્ભજળ વધુ ઊંડા જઈ રહ્યા છે.ઘટતા જતા જળ સ્તર આવનારા ભવિષ્ય માટે ગંભીર સમસ્યા સર્જી શકે છે.

જમીનમાં પાણીનો અખૂટ ભંડાર છે. આ પાણી મેળવવા માટેનો સર્વસુલભ અને સ્વચ્છ સ્ત્રોત છે. પરંતુ જો એક વખત તે દુષિત થઈ જાય તો તેને ફરી પાછુ સ્વચ્છ બનાવી શકાતુ નથી. ભારતમાં વસ્તી વધવાની સાથે સાથે ધર વપરાશ, ખેતી અને ઔદ્યોગીક ઉપયોગ માટે ભૂગર્ભ જળ પરની નિર્ભરતા વધતી જાય છે. જમીનમાંથી પાણી કાઢવાની પ્રક્રિયા અને વધુ પડતા ઉપયોગમાં લેવાતા રસાયણોએ ભૂગર્ભ જળના સ્તરને ખતરનાક સ્તર સુધી ઝેરી બનાવી દીધુ છે. તેના માટે સરકાર અને સમાજ બન્ને જવાબદાર છે.

પ્રાપ્ત માહિતિ અનુસાર દેશના 254 જિલ્લામાં પાણીમાં લોહતત્વનુ પ્રમાણ વધુ છે. 224 જિલ્લામાં નક્કિ કરેલ પ્રમાણ કરતા પાણીમાં ફ્લોરાઈડનુ પ્રમાણ વધુ છે. 162 જિલ્લાઓમાં ખારા પાણી છે. જંગલ અને ઝાડ ભૂગર્ભ જળનુ સ્તર વધારવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ પ્રક્રિયા નિભાવે છે. આ પ્રક્રિયામાં ઘણા ઝેરી રસાયણો જમીનની અંદર ઉતરી જાય છે. દુષિત પાણીના કારણે દેશના કેટલાક વિસ્તારમાં ઘણી બિમારીઓ ફેલાયેલ છે. આપણો દેશ ખેતી આધારીત દેશ છે. દેશની મોટાભાગની ખેતી ભૂગર્ભ જળ પર આધારીત છે. તેમજ દેશમાં ઘણા એવા વિસ્તારો આવેલા છે જેનો પાણી માટેનો આધાર માત્ર ભૂગર્ભ જળ છે. ભૂગર્ભ જળ વધુ ઝેરી બન્યુ છે. ઝેરી બનતુ અટકાવવુ ખૂબજ જરૂરી છે. જો ભૂગર્ભ જળ ઝેરી બની જશે તો મનવ જાતિના અસ્તિવા પર એક પ્રશ્નાચિન્હ લાગી શકે છે.
ભરૂચ જીલ્લા માંથી પસાર થતી નર્મદા નદી પર ડેમ બન્યા પછી નદી માં પાણી ની આવક નહિવત બની છે . સમુદ્ર ના ખારા પાણી ને લીધે ખારાશ વધી છે. અને વરસાદ ઓછો પડવાથી તેમજ આસપાસ બનેલ સિમેન્ટ કોન્ક્રીટ ના બાંધકામો પણ જળ સ્તર નીચે જવામાં કારણ ભૂત છે. બિન ખેતી ના હુકમો આપતી વખતે રીચાર્જ બોર કરવાની શરતો સાથે આપવામાં આવે છે પણ તેની અમલવારી થતી નથી અને અમલ ના કરવાવાળા સામે કોઈ પગલા પણ લેવાતા નથી. રાજ્ય સરકાર જળ સંચય ના નામે કરોડો નો ખર્ચ કરી જળ સ્તર માં વધારો કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.

ભૂગર્ભ જળ નો સ્તર ના ઘટાડા સાથે પ્રદુષિત પણ થયા છે. અંકલેશ્વર વિસ્તાર ની સંસ્કારદીપ કોમ્પ્લેક્ષ , શુભમ રેસીડન્સી, ન્યાયાધીશ નિવાસ, જલારામ વુડ,તીર્થ નગર, નવા બની રહેલ સીગ્નેચર ગેલેરીયા કોમ્પલેક્ષ, રાજપીપલા રોડ પરના વિનાયક સોસાયટી અને શ્રીનાથ રો હાઉસના બોરમાંથી પીળા રંગનું પ્રદૂષિત પીળા કલર ના પાણી નીકળવાની ઘટના બની છે. જયારે અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામના રામનગર વિસ્તારમાંના બોરો માંથી પણ પ્રદૂષિત લાલ પાણી નીકળવાની ઘટના પ્રકાશમાં આવી હતી.અને આજે પણ ૭ વર્ષ પછી પણ ત્યાં લાલ રંગ નું પાણી જ નીકળે છે અને આવા પાણી ના વપરાશ થી કેન્સર જેવા ગંભીર પ્રકાર ના અને નવા નવા રોગો નો સામનો પ્રજા કરી રહી છે. બીમારીઓ થી પ્રજા ત્રસ્ત છે આસપાસ ની દરેક હોસ્પિટલો દર્દીઓ થી ભરાયેલ છે.

જયારે બીજી તરફ કેટલાક ઉદ્યોગો બેફામ બની ગેરકાયદે સોલીડ વેસ્ટ અને એફ્લુઅન્ટનો નિકાલ કરી પર્યાવરણ સાથે સાથે ભૂગર્ભ જળ પ્રદૂષિત કરી રહ્યા છે. વારવાર ની ફરિયાદો પછી પણ જીપીસીબી દ્વારા જવાબદારો સામે કોઈપણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તે અંકલેશ્વરની ધરતી અને પ્રજા માટે ગંભીર બાબત ગણાય.

અંકલેશ્વર તાલુકા ના જળ સ્તળ નીચે જવાના અને પ્રદુષિત થવા નું બીજું અન્ય કારણ એ પણ છે કે જી.આઈ ડી.સી માંથી અપાતાં પાણી ના પુરવઠા સિવાય ઓદ્યોગિક વસાહત માં અને આસપાસ ના વિસ્તારો માં ખેતી ની અને ખાનગી જમીન માં ગેર-કાયદેસર પાણી ના બોર કરવામાં આવ્યા છે. જેમાંથી પાણી ના ટેન્કરો દ્વારા ઔદ્યોગિક એકમો મા પાણી નો સપ્લાય કરવાનું કામ મોટા પાયે ચાલી રહ્યું છે. જેની કાયદાકીય માન્યતા સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. આવા વધારા ના પાણી ની મન્જુરી આ એકમો ને છે કે કેમ? અને પાણી ના વપરાશ નો ઓડિટ માં આ પાણી ની આવક કે જાવક દર્શાવવા માં આવે છે કે કેમ? કાયદા મુજબ પાણી ના વપરાશ ની માહિતી અને તેના નિકાલ ની માહિતી પણ તંત્ર ને કરવી પડતી હોય છે.અને તેના આવક જાવક નું ઓડિટ થતું હોય છે. વધારે ગેરકાયદેસર ના વપરાશ થી જળ સ્તર નીચે ગયા છે. હાલ માં જ અંકલેશ્વર ઓદ્યોગિક વશાહત માં ગેરકાયદેસર ના પાઈપ લાઈનો માં ભૂગર્ભ જોડાણો દુર કરવામાં આવ્યા છે. જેથી ભૂતકાળ માં થતા ગેરકાયદેસર ના નિકાલ હવે થઈ શકે એમ નથી. પરંતુ આશંકા મુજબ કોઈક બેજવાબદાર ઓદ્યોગિક એકમ દ્વારા રીવર્સ બોર કરતા હોઈ શકે છે.

પ્રકૃતિ શુરક્ષા મંડળ દ્વારા “માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ “ મુજબ જી.આઈ.ડીસી. ની નીર્દીસ્ટ વિસ્તાર ની કચેરી માંથી માંગેલ માહિતી ના મળેલ જવાબ મુજબ વસાહત માં કુલ ૬૭ એકમો ને પાણી ના બોર ની મંજુરી એકમો ની માંગણી મુજબ શરતો સાથે આપવામાં આવી છે. આતો એ માહિતી આપી છે કે જેમની માંગણી હતી અને મંજુરી આપવામાં આવી હતી. આશંકા મુજબ અન્ય બોર એવા પણ હશે કે જેમની કોઈ માંગણી કે મંજુરી ના હોય અને તે વપરાશ કરતા હોઈ શકે છે.

*અહિયાં ગંભીર પ્રશ્ન એ છે કે શું આ એકમો ને અપાયેલ પરવાનગી કાયદા મુજબ યોગ્ય છે કે કેમ* ? *અને પરવાનગી આપવાવાળા અધિકારી પાસે કુદરતી સંપતી ની પરવાનગી આપવાની સત્તા છે કે કેમ? અને ક્યાં સુધી અને કેટલા એકમો ને બોર કરવાની મંજુરી આપવામાં આવશે? મંજુરી માટે ના ક્યા માપદંડો નો અમલ કરાયો* ?

ભૂગર્ભ જળ એ કુદરતી અને રાષ્ટ્રીય સંપતી છે ભૂગર્ભ જળના અતિશય ખેંચાણને કારણે ભૂગર્ભ જળ સપાટી સતત ઉડે ન જાય તેની ચિંતા કરતાં MINISTRY OF WATER RESOURCES ,RIVER DEVLOPMENT AND GANGA REJUVENATION દ્વારા નિમાયેલી એજન્સી “ CGWA’’ (CENTRAL GOVERNMENT WATER AUTHORITY) કેન્દ્રીય ભૂગર્ભ જળ સત્તા મંડળ(CENTRAL GOVERNMENT WATER AUTHORITY) દ્વારા સૂચવ્યા મુજબ ગુજરાતમાં પણ ભૂગર્ભ જળ સત્તા મંડળની રચના કરવામાં આવી છે.અને તેમના દ્વારા કુદરતી સંપતી ના યોગ્ય સંચાલન માટે વખતો વખત પરિપત્રો બહાર પડે છે. તારીખ ૨૬.૦૯.૧૮ ના રોજ ના પ્રીસિદ્ધ થયેલ પરિપત્ર મુજબ ઓદ્યોગિક હેતુ સહીત જુના અને નવા દરેક પાણી ના બોર વાપરવા માટે CGWA( કેન્દ્રીય જળ સત્તા મંડળ) ની મંજુરી મેળવવી જરૂરી હતી અને જેની અંતિમ તારીખ ૩૦.૦૯.૨૦૧૮ હતી.

આપણા રાજ્ય માં ખેડૂતો તેમના સુકાતા પાક ને બચાવવા નહેર માં એન્જીન મૂકી પાણી ખેંચે ત્યારે એવા ઘણા વિસ્તારો છે કે ત્યાં પોલીસ દ્વારા તેમના એન્જીનો ઉપાડી જવા ની ના અને પાઈપો કાપી નાખવા ની ઘટના ઓ બની છે. પાણી ની અછત અને તેના દુરુપયોગ માટે આવું કરાતું હોય તો ભૂગર્ભ જળ ના દુરુપયોગ ને રોકવા આવા પગલાં કેમ ભરાતા નથી?

પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા દ્વારા “માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫“ મુજબ જી.આઈ.ડીસી. ની નીર્દીસ્ટ વિસ્તાર ની કચેરી માંથી મળેલ માહિતી ને અનુસંધાને CGWA ને અને GPCB ને લેખિત માં ભૂગર્ભ જળ ના ઘટાડા અને પ્રદુષિત થયા ની ફરિયાદ કરી છે અને આ-શંકા મુજબ ના ભૂગર્ભ જળ ના થતા દુરુપયોગ ને રોકવા,યોગ્ય સંચાલન કરવા અને ગુનેહગારો સામે કાર્યવાહી કરવાની માંગણી પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલ દ્વારા કરવામાં આવી છે .


Share

Related posts

પંચમહાલ : હડફ ડેમમાંથી છોડાયેલા પાણીના ધસમસતા પ્રવાહમાં પાનમ નદીમાં ફસાયેલા લોકોને રેસ્કયુ કરી બચાવાયા.

ProudOfGujarat

વાલિયા ગામના ગણેશનગરમાં વીજ થાંભલો નમી પડતા સ્થાનિક રહીશો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે

ProudOfGujarat

ભરૂચ તાલુકાના બોરી ગામ ખાતે એક સાથે ૫ મકાનોના તાળા તોડતા તસ્કરો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!