ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેજપ્રિત શોખી ની આગેવાનીમાં શાળાનાં પાઠ્યપુસ્તકોની અછત અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતુ. આવેદન પત્રમા જણાવાયું કે એક બાજુ ગુજરાત સરકાર શિક્ષણનો વ્યાપ વધે તે અંગે જાહેરાતો કરી મોટા-મોટા બેનરો લગાવે છે. શાળા પ્રવેસ ઉત્સવના તાયફાઓ કરે છે પરંતુ વિધ્યાર્થિઓના ભવિષ્ય અને ભણતર સાથે ચેડા કરતી હોવાનું સ્પષ્ટ પણે જણાય રહ્યું છે જેમકે વર્ષ ૨૦૧૯નુ આ વર્ષ ગુજરતના શિક્ષણ વિભાગમાં કાળા ડાઘ સમાન થય રહ્યું છે બિજુ સત્ર શરૂ થય ગયું હોવાં છાતાં ધોરણ ૧ થી ૯ ના પાઠયપુસ્તકો હજી સુધી વિધ્યાર્થીઓના કે વિક્રેતાઓ સુધી પોહચ્યા નથી જે ચિંતાનો વિષય છે. જેથી આ અંગે યોગ્ય કરવા જિલ્લા શિક્ષણ અધિકારીને વિનંતિ કરેલ છે. અને દિન દસમાં પાઠયપુસત્કો નહિ પોહચે કે વિક્રેતા સુધી નહિ પોહચે તો ના છુટકે શાળાઓ અને તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને તાળાબંધી કરવાની ફરજ પડશે એમ આવેદન પત્રમાં જણાવાયું છે.
ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના ઉપક્રમે શાળાના પાઠયપુસ્તકો ની અછત અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર પાઠવાયું.
Advertisement