આછોદ અને દેણવા ગામના યુવાનોએ નિયામકને આક્રોશ ભરી રજુઆત કરી…
ભરૂચ જિલ્લામાં એસટી તંત્રની અનિયમતતાના પગેલે વિધ્યાર્થીઓ અને વેપારીઓ તેમજ રહિશો ત્રાહિમામ પોકીરી ઉઠ્યા છે. વારંવર એસટી તંત્રના નિયામકને લેખીત અને મૌખિક રજુઆત કરી હોવા છતા કોઈ પરિણામ ન આવતા લોકોમાં રોષની લાગણી જણાય રહી છે. આજ રોજ આછોદ અને દેણવા એસટી બસની અનિયમતા અંગે ભરૂચ જિલ્લા કોંગેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા એ આક્રોશ ભરી રજુઆત નિયામક માર્ગ વાહન વ્યવહાર ભરૂચને કરતા લેખીકમા જણાયુ કે આછોદ અને દેણવા ગામાના વિધાર્થીઓ તેમજ મુસાફરો ની વારંવારની રજુઆત છતા એમની સમસ્યાનુ નિરાકરણ આવેલ નથી આછોદ ગામમા આવતી નાઈટ બસ તેમજ અન્ય બસો ખુબ અનિયમિત છે. જેથી સ્થાનિક આગેવાનો અને વિધ્યાર્થી દ્વારા રજુઆત કરાઈ છે. દેણવા ગામ ખાતે પણ આવીજ પરિસ્થિતિનુ સર્જન થતા વિધયાર્થીઓનુ ભણતરમાં અવરોધ થતા તેમનુ ભવિસ્ય અંધકારમય બની ગયું છે.