શહેરા, રાજુ સોલંકી
શહેરાના ખોખરી ગામ પાસેથી પસાર થતી પાનમ નદીમાં ગેરકાયદેસર રેતી ખનનને લઈને જીલ્લા ખાણખનીજ વિભાગે ઓચીંતી તપાસ ધરી હતી.ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યુ હતુ ત્યાથી
જેસીબી અને ટ્રક મળી ૨૦ લાખથી વધુનો મુદામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ખનીજવિભાગની કાર્યવાહીના પગલે ખનિજચોરોમાં ફફડાટ વ્યાપો હતો.
શહેરાના ઉંડારા, તેમજ ખોખરી પાસેથી પસાર થતી પાનમ નદીમાં ગેરકાયદેસર રેતી ખનનને લઈને વ્યાપક બુમો ઉઠવા પામી હતી.જેને લઇને જીલ્લા ખાણ ખનીજ અધિકારી એમ.એચ.શેખ અને તેમની ટીમે ખોખરી પાસે આવેલી પાનમ નદીમાં ઓચીંતો દરોડો પાડયો હતો.અને તે દરમિયાન નદીમાં ગેરકાયદેસર રેતીખનન થઈ રહ્યુ હતુ.ત્યા જઇને તપાસ હાથ ધરી હતી.ખાણખનીજ વિભાગની તપાસ કરતા રફીકભાઇ પઠાણ પ્રોજેકટ ઇન્ચાર્જ કાકુબા કન્ટ્રકશન વડોદરા દ્રારા કોઇ પણ પ્રકારની પરવાનગી મેળવી ન હતી.જ્યા ૬૦૦ ટન જેટલીનો રેતીનો સગ્રહ મળી આવ્યો હતો.ગેરકાયદેસર રેતી ખનન થતુ હોવાથી ખનીજવિભાગની ટીમ દ્રારા જેસીબી મશીન અને ટ્રકને જપ્ત કરી ૨૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને તાલુકા પોલીસ મથક ખાતે લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.