સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પોતાના દેશ માટે પ્રખ્યાત,પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશાળ:લાયલ સ્ટાબ – પ્રવાસી,અમેરિકા
આંતરરાષ્ટ્રીય સેવાભાવી સંસ્થાનાં ફ્રેન્ડશિપ એક્સચેન્જ પ્રોગ્રામ અને સંસ્કૃતિના આદાનપ્રદાન કાર્યક્રમ હેઠળ ખાસ અમેરિકાના નાગરિકો સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી અદ્દભૂદાતા અનુભવી
રાજપીપળા:ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31મી ઓક્ટોબરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની 182 મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું.એ બાદ 1લી નવેમ્બરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને સામાન્ય જનતા માટે ખુલ્લું મુકાયું હતું.એ દરમિયાન દિવાળીની રજાઓમાં લગભગ 1 લાખ કરતા પણ વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.જેને લીધે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 3 કરોડ જેટલી આવક થઈ છે.પરંતુ જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.શરૂઆતના દિવસોમાં રોજના એવરેજ 20 હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા હતા.જેની સરખામણીમાં છેલ્લા બે દિવસથી પ્રવાસીઓની સંખ્યા લગભગ અડધી થઈ ગઈ છે.આનું કારણ પ્રવાસીઓને પડતી મુશ્કેલીઓ અથવા દિવાળી વેકેશન પૂરું થયું હોવાનું માનવના આવી રહ્યું છે.પણ ગુજરાત સરકારની ખરી કસોટી તો હવે થશે કે આગામી દિવસોમાં તેઓ પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા આકર્ષે છે કે કેમ?
એક વાત ચોક્કસ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણનાં માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં જ સમગ્ર ભારતમાં પ્રવાસીઓના મુખ્ય કેન્દ્ર બની ચૂક્યું હતું.આ તમામની વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હવે વિદેશી પ્રવાસીઓની નજર સ્થિર થવાની શરૂઆત થઈ છે.શુક્રવારે એક આંતરરાષ્ટ્રીય સેવાભાવી સંસ્થાનાં ફ્રેન્ડશિપ એક્સચેન્જ પ્રોગ્રામ અને સંસ્કૃતિના આદાનપ્રદાન કાર્યક્રમ હેઠળ ખાસ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમેરિકાથી લાયલ સ્ટાબના નેતૃત્વમાં 8 અમેરીકાના નાગરિકોએ મુલાકાત યોજી હતી.જેમાં તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ખાસ મ્યુઝિયમ અને વિડિઓ ગેલેરીની મુલાકાત લઈને સરદાર સાહેબ વિશે જાણકારી મેળવી હતી.આ મુલાકાત દરમિયાન તેમણે એવો પ્રતિભાવ આપ્યો હતો કે ટૂંકા ગાળામાં જ આટલી ઉંચી પ્રતિમા બનાવી સુંદર કાર્ય કર્યું છે.અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખરેખર અદભુત છે.ખાસ અહીંયા પ્રવાસીઓ માટે સારી સુવિધા હોવાનું પણ જણાવ્યું હતું.આ વિદેશી પ્રવાસીઓની મુલાકાત સમયે સ્થાનિક સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.અમેરિકી પ્રવાસી લાયલ સ્ટાબે ખાસ એ પણ જણાવ્યું હતું કે,સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એ પોતાના દેશ માટે પ્રખ્યાત છે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશાળ છે.અહીંયા આવનાર પ્રવાસીને ભારતના સર્જનની માહિતી મળી રહેશે.