ઝાલોદ તાલુકા માથી પસાર થતો નવીન મંજુર થયેલ દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવે જાહેરાત થતા તાલુકા ના સોળ જેટલા ગામડાઓ ની પ્રજા દ્વારા તેમની ખેતી લાયક જમીન નવીન મંજુર થયેલ રોડ મા જતી હોય વિરોધ ઉઠવા પામેલ જેના પગલે વારંવાર આવેદનપત્ર આપવા છતા સરકાર દ્વારા આ બાબતે યોગ્ય જવાબ ન મલતા આજરોજ આદિવાસી પરિવાર દવારા ફરીથી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવે છે જેમા જો 26/11/18 સુધી આ હાઇવે રદ સરકાર દ્વારા ન કરવામાં આવેતો સરકાર પરિણામ ભોગવા તૈયાર રહે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ જમીન રોડ મા જાય તો ખેડુતો પાયમાલ બની જશે પોતાના પરિવાર નુ ગુજરાન ચલાવુ મુશકેલ બની જશે અને ભુખે મરવાની નોબત આવશે ત્યારે સરકાર દ્વારા મનરવી રીતે ખેડુતો ની જમીન રોડ બનાવા સારુ નહી લઇ શકે તેમ આદિવાસી પરિવાર કાયઁકરતા મુકેશભાઈ ડાંગી દ્વારા જણાવેલ
Advertisement