Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાગબારા પોલીસે છેતરપિંડીની ફરિયાદ ન લેતા પીડિતે મુખ્યમંત્રી કાર્યાલયે આત્મહત્યાની ચીમકી આપી.

Share

 

મારી સાથે સેલંબાના એક વેપારીએ 1 લાખની છેતરપિંડી કરી છે,સાગબારા પોલીસ ફરિયાદ લેતી નથી જો ન્યાય નહિ મળે તો સીએમ કાર્યાલયે હું ઝેરી દવા ગટગટાવી જઈશ:પીડિતની ચીમકીથી ખળભળાટ
રાજપીપળા:હાલ ન્યાય ન મળતો હોવાનું કારણ આગળ ધરી આત્મવિલોપનની ચીમકી આપવી તો જાણે એક ફેશન બની ગઈ છે.નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામના મોહન તુકારામ મરાઠેએ સાગબારા પોલીસ છેતરપિંડીની ફરિયાદ ન લેતી હોવાનું કારણ આગળ ધરી મુખ્યમંત્રી કાર્યાલય પર ઝેરી દવા પી આત્મહત્યા કરી લેવાની ચીમકી આપતો એક પત્ર નર્મદા જિલ્લા કલેકટરને મોકલતા ખળભળાટ મચી ગયો છે.
સેલંબાના મોહન તુકારામ મરાઠેએ જણાવ્યું હતું કે સેલંબા ગામના જ ભીંમસિંગ માનસિંગ આહિરે સાથે એની દુકાન 5 વર્ષના ભાડા પેટે લેવા મારો 3 લાખમાં સોદો થયો હતો.એ 3 લાખ પેટે મેં એને બરોડા બેંકના 50-50 હજારના બે ચેકથી 1 લાખ રૂપિયા ભીંમસિંગ માનસિંગ આહિરેને આપ્યા હતા અને બાકીના 2 લાખ રૂપિયા દુકાનનો કબજો મળે ત્યારે આપવાની શરત કરી હતી.હવે ભીંમસિંગ નથી દુકાન આપતો કે નથી મારા 1 લાખ રૂપિયા આપતો.આ મામલે મેં સાગબારા પોલીસ મથકમાં અરજી કરી હોવા છતાં પોલીસ દ્વારા FIR દાખલ કરાતી નથી.સાગબારા પોલીસ સ્ટેશનનાં ધકકાઓ ખાવા છતાં ન્યાય નહીં મળતા મેં તા.૧૩/૦૯/૨૦૧૮ ના રોજ સાગબારા મામલતદાર કચેરી ખાતે આત્મવીલોપન કરવાનો પ્રયાસ કરેલ હતો.આત્મવીલોપનનો પ્રયાસ કરેલ હોવાથી સાગબારા પોલીસ દ્રારા મારી ધરપકડ કરીને કલમ ૧૫૧ મુજબ મામલતદાર સાગબારા ખાતે જામીન લઈને મને મુક્ત કરવામાં આવ્યો હતો.બાદ ૨૪/૦૯/૨૦૧૮ નાર રોજ નર્મદા જિલ્લા કલેક્ટર પાસે ન્યાય માટેની અરજી આપી હતી છતાં મને ન્યાય મળ્યો નથી.મને ન્યાય નહી તા.૧૫/૧૦/૨૦૧૮ અને ૩૧/૧૦/૨૦૧૮ ના રોજ એમ બે વાર નર્મદા જિલ્લા કલેક્ટર પાસે ઇચ્છા મૃત્યુની પરવાનગી આપવા બાબતની અરજી કરી એનો પણ કોઈ જવાબ મળ્યો નથી.જો ૨૦/૧૧/૨૦૧૮ સુધીમાં મારી ફરિયાદની એફ.આઇ.આર કરવામાં નહીં આવે તો તા.૨૭/૧૧/૨૦૧૮ના રોજ બપોરના ૧૨:૦૦ કલાકે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર ખાતે આવીને જંતુનાશક દવા પી લઇને આત્મહત્યા કરીશ.
તો આ મામલે સાગબારા પીએસઆઈ સીરસાઠે જણાવ્યું હતું કે મોહન તુકારામ મરાઠે અને ભીંમસિંગ માનસિંગ આહિરે વચ્ચે અમે સમાધાન પણ કરાવ્યું છે.ભીંમસિંગ માનસિંગ આહિરેને 1 લાખ રૂપિયા આપી દેવા પોલિસ દ્વારા પણ જણાવાયું હતું.આ બન્ને વચ્ચે લેખિત કરાર થયો છે.આ સિવિલ મેટર છે,બન્ને વચ્ચે આ સોદાનું એગ્રીમેન્ટ થયું છે.એગ્રીમેન્ટ ભંગ થયો છે છેતરપિંડી નથી કરી.આ મામલે ફોજદારો ગુનો બને જ નહીં,આ કેસમાં પોલીસને કોઈ લેવા દેવા છે જ નહીં.અમે મોહન તુકારામ મરાઠેને કોર્ટ રાહે દાવો કરી પોતાના રૂપિયા મેળવવા પણ સલાહ પણ આપી હતી.

Advertisement

Share

Related posts

નાંદોદ તાલુકાના વાવડી ગામે પરિણીત પુરુષે સગીર કન્યાને લગ્નની લાલચે અપહરણ કરતા ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચ : વાલિયાના વટારિયા પાસે હાઈવાની ટક્કરે બાઇક સવાર વિદ્યાર્થીનું મોત અન્ય એક ઘાયલ.

ProudOfGujarat

માતર પાસે હાઇવે પર મહિલાને ડમ્પરે ટાયર નીચે કચડી દેતાં કરુણ મોત નિપજ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!