ભરૂચની ઐતીહાસિક એવા રતન તળાવની આસપાસ ઘણા સમયથી ઝાડી-ઝાખરા ઉગી નિકળ્યા છે જેને દુર કરવા માટે અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી વહેલી સવારે મશીન દ્વારા ઘાસ અને ઝાડી-ઝાખરા દુર કરવાની કામગીરીનો મશિન દ્વારા આરંભ થતા સ્થાનિક રહિશો આ તળાવમાં રહેતા એવા જળચર કાચબાઓની ચીંતા વ્યક્ત કરી હતી. એવામાં ભરૂચ નગર પાલિકાના પ્રમુખ સુરભીબેન તંબાકુવાલા ચીફ ઓફીસર સંજય સોની વગેરે એ આવીને લોકોને સમજાવ્યા હતા. ત્યાર બાદ ઘાસ અને ઝાડી-ઝાખરા દુર કરવાની કામગીરી શરૂ થઈ હતી. રતન તળાવ ઐતિહાસિક હોવાના પગલે હેરીટેઝ વોક માં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી આ સાફસફાઈ પણ ખુબ મહત્વની કહી શકાઈ છે.
Advertisement