ભારતનાં પ્રથમ વડાપ્રધાન અને ચાચા નહેરુનાં નામે ઓળખાતા જવાહરલાલ નહેરુની આજે જન્મ જયંતિ છે. જવાહરલાલ નહેરુનો જન્મ ઉત્તર પ્રદેશનાં અલ્હાબાદમાં ૧૪ નવેમ્બર ૧૮૮૯નાં રોજ થયો હતો. તેમણે સ્વતંત્ર ભારતનાં પ્રથમ વડાપ્રધાન તરીકે કાર્યકાળ સંભાળ્યો હતો. બાળકોને પ્રિય એવા જવાહરલાલ નહેરુનાં જન્મ દિવસને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
જવાહરલાલ નેહરુ ભારતના સૌથી પહેલા અને અત્યાર સુધી સૌથી લાંબો શાસનકાળ ધરાવતા વડાપ્રધાન હતા, સ્વતંત્ર ભારતનાં વડાપ્રધાન તરીકે તેઓએ 1947થી 1964 સુધી સેવા આપી હતી. કૉંગ્રેસ પક્ષે ભારતની સ્વતંત્રતા ચળવળમાં આગળ પડતી ભૂમિકા નિભાવનાર નેહરુને સ્વતંત્ર ભારતના સૌથી પહેલા વડાપ્રધાન તરીકેની જવાબદારી નિભાવવા માટે ચૂંટી કાઢયા હતા અને ત્યારબાદ કૉંગ્રેસ 1952માં ભારતની પહેલી લોકસભાની ચૂંટણીમાં જિત આપાવી હતી, ત્યારે તેઓ ફરીથી વડાપ્રધાનપદે નિયુકત થયા હતા. નોન-અલાઈન્ડ ચળવળના સ્થાપકોમાંથી એક હોવા ઉપરાંત તેઓ યુદ્ધ પછીના ગાળામાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ મહત્ત્વના વ્યકિત રહ્યા હતા. સમૃદ્ધ ભારતીય બૅરિસ્ટર અને રાજકારણી, મોતીલાલ નેહરુના પુત્ર હોવાના નાતે નેહરુ પ્રમાણમાં ઘણી યુવાન વયે ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસની ડાબી પાંખના નેતા બની ગયા હતા. મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ બ્રિટિશ સામ્રાજયમાંથી સંપૂર્ણ સ્વરાજની હિમાયત કરતા નેહરુ એક પ્રભાવશાળી અને ક્રાંતિકારી નેતા હતા, જે ધીમે ધીમે કૉંગ્રેસના પ્રમુખપદ સુધી પહોંચ્યા હતા. ભારતની લાંબી, સંઘર્ષપૂર્ણ સ્વતંત્રતા ચળવળમાં, તેઓ એક ચાવીરૂપ, મહત્ત્વની વ્યકિત રહ્યા હતા અને ધીમે ધીમે ગાંધીના રાજકીય વારસ તરીકે ઓળખાવા માંડ્યા હતા. ગરીબમાં ગરીબ દેશોનો કેટલાય લાંબા સમયથી ચાલ્યા આવતો આર્થિક વિકાસનો પડકાર હલ કરી શકાય તે માટે આજીવન ઉદારમતવાદી ક્ષેત્રના પણ હિમાયતી રહ્યા હતા. તેમનો વિશ્વ પ્રત્યેનો સમાજવાદી દષ્ટિકોણ પણ ડોકાતો હતો. સ્વતંત્ર ભારતની પરંપરાઓ અને માળખું ઊભું કરવામાં તેમનો લાંબો કાર્યકાળ નિમિત્ત બન્યો. કયારેક તેમને “આધુનિક ભારતના શિલ્પી” તરીકે પણ સંબોધવામાં આવે છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ સ્ટેશન રોડ સ્થિત જવાહર મ્યુનિસિપલ શોપિંગ ખાતે જવાહરલાલ નેહરુની પ્રતિમાને આજરોજ નેહરુ જયંતી નીમીત્તે પુષ્પાંજલિ કરવામાં આવી હતી. સમગ્ર પુષ્પાંજલિ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા, નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, પ્રવક્તા નાઝુ ફળવાળા, સંદીપ માંગરોલા, મહિલા કોંગ્રેસના પ્રમુખ ચેતના વસાવા, ધ્રુતા રાવલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.