Proud of Gujarat
GujaratFeaturedINDIA

બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણમાં પુષ્પાંજલી અર્પવાની સાથે કરી ભાવવંદના

Share

સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની આઠમી અજાયબી ગણાવતા બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી
ભારતભરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળની ખૂબસુરત ભૂમિ જેવી અનુભૂતિ ક્યાંય થઇ નથી

Advertisement

બિહારના મંત્રી પરિષદનાં સભ્યોને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે મોકલાશે
—–
ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલ પણ શ્રી સુશીલકુમાર મોદીની મુલાકાતમાં જોડાયાં
—–

રાજપીપલા:વિક્રમ સંવતના નવા વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટીના દ્વિતિય મુલાકાતી મહાનુભાવના રૂપમાં આજે બિહારના નાયબ મુખ્યમંત્રીશ્રી સુશીલકુમાર મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલના કેવડીયા કોલોની ખાતે સ્થાપિત સરદાર સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીની અને તેની સાથે સંલગ્ન વેલી ઓફ ફ્લાવર્સ, વોલ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ,ભૂગર્ભ જળ વિદ્યુત મથક, ટેન્ટ સીટી સહિતના વિવિધ આકર્ષણોની મુલાકાત લેવાની સાથે પરમ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. નાયબ મુખ્યમંત્રીશ્રીની સાથે તેમના ધર્મપત્નિ પણ આ મુલાકાત-પ્રવાસમાં સાથે રહ્યાં હતાં.

મંગળવારે સવારે કેવડીયા કોલોનીના હેલીપેડ ખાતે બિહારના નાયબ મુખ્યમંત્રીશ્રી સુશીલકુમાર, ગુજરાતનાં ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, ગુજરાત મેરી ટાઇમ બોર્ડના સીઇઓ શ્રી મુકેશ પુરી વગેરે હેલીકોપ્ટર દ્વારા આવી પહોંચતા નર્મદા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.જીન્સી વિલીયમ,નિગમના અધિક્ષક ઇજનેરશ્રી આર.જી. કાનુનગો અને પ્રાંત અધિકારીશ્રી ડી.કે.ભગત વગેરેએ પુષ્પગુચ્છથી તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું.સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં પ્રવેશતા જ જિલ્લાના આદિવાસી કલાવૃંદે મેવાસી નૃત્યની રમઝટ સાથે નાયબ મુખ્યમંત્રીશ્રીના આગમનને વધાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રીશ્રી સુશીલકુમાર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળે વિવિધ વિભાગોની મુલાકાત દરમિયાન અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલી અર્પીને રાષ્ટ્રના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની ભાવવંદના કરી હતી તથા ભાવવિભોરતા સાથે જણાવ્યું હતું કે, સરદાર પટેલ સાહેબની પ્રતિમાના જુદા જુદા એન્ગલથી દર્શન કરવાની સાથે સતત દર્શન કરતા રહીએ તો પણ આપણે અતૃપ્ત હોઇએ તેવો અહેસાસ થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની ૮ મી અજાયબી ગણાવીને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરદાર સાહેબના વિરાટ કદની જેમ વિશ્વની સૌથી ઉંચી વિરાટ પ્રતિમાના નિર્માણ થકી વિશ્વની આઠમી અજાયબીની દેણ સાથે વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

બિહારના નાયબ મુખ્યમંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સભાખંડમાં સરદાર સાહેબના જીવન અને કવનને વણી લેતી ફિલ્મ નિહાળી હતી. તેમણે ૪૫ માળની ઉંચાઇએ પ્રતિમાના હ્રદય સ્થળેથી માતા નર્મદા અને વિદ્યાંચલ-સાતપુડાની ગિરીમાળાઓના દર્શન સાથે નર્મદાના દર્શન પવિત્રતાની અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ પણ કરી હતી. તેમણે વધુમાં બિહારના મંત્રી પરિષદનાં સભ્યોને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે મોકલાશે, તેમ જણાવ્યું હતું.

ગુજરાતના ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે રાજ્ય સરકાર વતી બિહારના નાયબ મુખ્યમંત્રીશ્રી સુશીલકુમાર મોદીને સ્મૃતિ ચિહ્ન એનાયત કર્યું હતું.સરદાર સરોવર નર્મદા નિગમના અધિક્ષક ઇજનેરશ્રી આર.જી.કાનુનગોએ નાયબ મુખ્યમંત્રીશ્રી સુશીલકુમાર મોદીની આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી, આ સમગ્ર પ્રોજેક્ટ તેમજ સરદાર સરોવર બંધની વિશ્વકક્ષાની ઇજનેરી વિશેષતાઓ તેમજ વિશ્વની અન્ય વિરાટ પ્રતિમાઓની સરખામણીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિરાટ પ્રતિમાની ઝીણવટભરી જાણકારી આપી હતી. તેમણે તોફાની પવનો, ઝંઝાવાતો, મોટા ધરતીકંપો સામે આ પ્રતિમાને રક્ષણ આપતી ઇજનેરી વ્યવસ્થાઓની માહિતી પૂરી પાડી હતી.

બિહારના નાયબ મુખ્યમંત્રીશ્રીએ સરદાર સરોવર બંધના ટોપ પર જઇને સરદાર સરોવરના જળ ભંડાર સંગ્રહ ક્ષમતાની અને ઝીરો પોઇન્ટ ખાતેથી નર્મદા જળના મુખ્ય નહેરના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં અને રાજસ્થાન સુધી વિતરણ વ્યવસ્થાની જાણકારી ઉપરાંત ભૂગર્ભ જળવિદ્યુત મથકની મુલાકાત લઇને નર્મદા યોજના હેઠળ જળવિદ્યુત ઉત્પાદનની ક્ષમતા અને વિતરણ વ્યવસ્થાની માહિતી મેળવી હતી. ટેન્ટ સીટીના આકર્ષણો અને સુવિધાઓની પણ જાણકારી તેમણે મેળવી હતી.

બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની આઠમી અજાયબી ગણાવી હતી.અને ખાસ કરીને સૌથી ચર્ચાસ્પદ બાબત એ રહી હતી કે,બિહારના ઉપમુખ્યમંત્રી મોદી સહિત રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી સૌરભ પટેલ પણ લિફ્ટમાં ફસાઈ ગયા હતા.વ્યુઇંગ ગેલેરી સુધી લઈ જતી લિફ્ટ ઓવરલોડ થઈ જ્યાં 2 મિનિટ સુધી તમામ લોકો પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા.અને કેટલાકને શ્વાસ રૂંધાયાની તકલીફ પણ સામે આવી હતી.વધુમાં જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર કે જેઓ અમદાવાદ ખાતેની છઠ્ઠ પૂજામાં ભાગ લેનાર હતા તેઓ પર તિર તાકીને સુશીલ મોદીએ જણાવ્યું હતું કે તેઓ પોતાની છબી સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેઓમાં હિંમત નથી કે તે બિહારમાં પગ મૂકે.દેશનો કોઈ પણ નાગરિક ક્યાંય પણ જઈને વ્યવસાય કરી શકે છેગુજરાતીઓ આજે સમગ્ર વિશ્વમાં છે અને બિહારના લોકો પણ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે.
બિહારના લોકો અગર ગુજરાત છોડી દે તો ગુજરાતના કારખાના બંધ થઈ જાય.


Share

Related posts

ખેડા પાસે ટેમ્પીએ મોટરસાયકલને ટક્કર મારતાં પિતા-પુત્ર પૈકી પિતાનું મોત નિપજ્યું

ProudOfGujarat

ભરૂચના કેબલ બ્રિજ પરથી બાઇક સવાર હથિયાર લઈને પસાર થયાનો વિડીયો થયો વાયરલ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 76.63 % જંગી મતદાન નોંધાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!