Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા ખાતે જિલ્લા કલેક્ટરને ૬ ગામના અસરગ્રસ્તોએ આવેદનપત્ર આપ્યુ.

Share

અસરગ્રસ્ત તથા ગરુડેશ્વર તાલુકાના લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા ફ્લાવર ઓફ વેલી તથા સરદાર સરોવર નિઃશુલ્ક જોવાની પરમીશન આપવાની માંગ કરી.

Advertisement

ગરુડેશ્વર તાલુકા તથા ૬/૭/૧૯ ગામના અસરગ્રસ્તોને લાયકાત મુજબ નોકરી આપવી અને દરેક ગામના લેબર કામ માટે ૧૦૦% ભરતી કરવાની માંગ કરી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ટિકીટનો દર વધારે છે.તો તેનો દર રૂ.૧૦૦ કરવો અને બાળકોને રૂ.૨૦ રાખવાની માંગ કરી પ્રવાસીઓ પાસે ટિકીટનો દર જુનો રૂ. ૫ અને રૂ. ૨૦ રાખવાની માગ કરતા અસરગ્રસ્તો

રાજપીપળા:
નર્મદા જિલ્લાના અસરગ્રસ્તોના ગામો પૈકી નવાગામ,લીમડી,વાઘડીયા,કેવડિયા,કોઠી,ગોરાગામ તથા વીયર ડેમમાં જેમની જમીનો ડૂબમાં ગઈ છે તેવા અસરગ્રસ્તોના ૭ ગામો જેવા કે કેવડિયા,ગભાણા, ગરુડેશ્વર,ઇન્દ્રવરણા,મોટાપીપરીયા,થવડીયા ગામ તથા સરદાર સરોવર નર્મદા ડેમમાં ડુબાણમાં ગયા છે તેવા નવાગામ,લીમડી,મોખડી,વડગામ,ગધેર સહિતના ૧૦ ગામોના અસરગ્રસ્તો મંગળવારે રાજપીપળા કલેકટર કચેરીએ મોટી સંખ્યામા પહોચી સૂત્રોચ્ચારો કરી દેખાવો કર્યા હતા.અને જિલ્લા કલેકટરને અસરગ્રસ્તોએ પોતાની ૧૫ જેટલી પડતર માગણીઓ રજૂ કરતુ આવેદનપત્ર આપ્યુ હતુ.જેમા ૬ ગામ અસરગ્રસ્તોના પ્રમુખ વિક્રમ તડવી,નરેન્દ્ર તડવી, મણીલાલ ધીરુભાઈ,સુરેશ તડવી,નર્મદા કોંગ્રેસ પ્રમુખ હરેશ વાળંદ,ઉપપ્રમુખ જયંતિ વસાવા,માજી પ્રમુખ પ્રફુલ પટેલ સહીતના આગેવાનોએ કલેકટર,નર્મદા નિગમ ચેરમેન,સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન,તથા મંત્રી ગણપત વસાવાને ઉદેશીને આવેદનપત્ર આપ્યુ હતુ.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગરુડેશ્વર તાલુકાના ૬/૭/૧૯ ગામના અસરગ્રસ્ત તથા ગરુડેશ્વર તાલુકાના લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા ફ્લાવર ઓફ વેલી તથા સરદાર સરોવર ફ્રીમાં જોવાની પરમીશન આપવી જોઈએ.તેમજ ગરુડેશ્વર તાલુકા તથા ૬/૭/૧૯ ગામના અસરગ્રસ્તોને લાયકાત મુજબ નોકરી આપવી,દરેક ગામના લેબર કામ માટે ૧૦૦% ભરતી કરવી,આદિવાસી ભવન માટે કેવડિયા ગામની આજુબાજુ રોડ પર ૨૦ એકર જમીન ફાળવી આપવા બાબત રેવા ભવનની આજુબાજુ અને સામેની જમીન ફાળવવાની માંગ કરી હતી.ઉપરાંત સ્વાગત તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં દુકાન માટે ૧૦/૧૦ પ્લોટની જગ્યા ફાળવવી જેમાં ૬/૭/૧૯ ગામના અસરગ્રસ્ત અને ગરુડેશ્વર તાલુકાના લોકોને પ્લોટ ફાળવવા તથા તેનું ટોકન ભાડું નક્કિ કરવુ.ઉપરાંત બહારથી આવતા પ્રવાસીઓને પોતાની ગાડીમા મુલાકાત કરવા દેવી જોઈએ જેથી દરેક સાઇડ નિહાળી શકે તેમજ ટેન્ટ સીટીની પણ મુલાકાત કરે તેમજ રહેવાની વ્યવસ્થા હોય ત્યાં રહી પણ શકે તેનાથી રોડ પરના નાના વેપારીઓની રોજી રોટી પણ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવી.સાથે સાથે રોડમાં જતા મકાનોના મકાન માલિકને પ્લોટ ફાળવવામાં આવ્યા છે તો તેમના નામનો હુકમ કરવા વિનંતી કરી છે.તેમજ ત્યાં પાણી,શૌચાલય,રસ્તા,લાઇટની વ્યવસ્થા આપવા તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાને લાભ આપવો તેમજ મકાન ખસેડવાનું મહેનતાણું આપવાની માંગ પણ કરી છે.
આ મામલે ૬ ગામના અસરગ્રસ્ત પ્રમુખ વિક્રમ તડવીએ જણાવ્યું હતુ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા સરદાર સરોવર ડેમની નજીકમાં કોઈ મેડીકલ સુવિધા નથી. અહિયા હજરો સંખ્યામાં પ્રવાસી આવતા હોવાથી મેડીકલ સુવિધા અત્યંત જરૂરી છે.તો તે માટે તાત્કાલીક પગલા લેવા જોઈએ.તેમજ ગરુડેશ્વર તાલુકાના ૬/૭/૧૯ ગામના અસરગ્રસ્તોને દરેક ગામના યુવાન માટે શિક્ષિત બેરોજગાર યાદી બનાવવું અને દરેક કોપી જે તે સરપંચને આપો જેથી ભરતી જલદી થાય. ગુજરાતની પ્રા.શાળા અને ઉચ્ચત્તર માધ્યમિક અને કોલેજોના બાળકોને ફ્રીમાં પાસ આપો અને દરરોજ બે શાળાની મુલાકાત લે તેવી વ્યવસ્થા કરવો.કેવડિયા ગામની આજુબાજુમાં જે પાર્કિંગની વ્યવસ્થા કરેલ છે. તેમા ફેન્સીંગ કરી સિક્યુરીટી મુક્વા જેથી પ્રવાસીની ગાડી તથા માલ સામાનની સલામતી રહે.પાણી અને શૌચાલયની વ્યવસ્થા કરવ,સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ટિકીટનો દર વધારે છે.તો તેનો દર રૂ.૧૦૦ કરવો અને બાળકોને રૂ.૨૦ રાખવામાં આવે.સાથે સાથે સ્વાગત – ટિકીટ બારી પાર્કિંગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદિવાસીઓને ફેરી કરી ધંધો કરવા દેવા જોઈએ. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ૫૦% ટ્રસ્ટીઓ સ્થાનિક આદિવાસીઓનો સમાવેશ કરવો.અને ભરતી પ્રક્રિયા દર અઠવાડીએ નક્કિ કરેલ દિવસે ભરતીકરવાની માંગ કરી હતી જો તેમની માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.


Share

Related posts

આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લામાં ઘરફોડ ચોરી અને અન્ય બનાવો વધે તેવી સંભાવના

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લખતર ગ્રામ પંચાયતમાં ઉચાપત થઈ હોવાના પુરાવા આપી તપાસ કરવા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

ભરૂચમાં એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરેલ મોટરસાયકલ ચોરાતા નોંધાઈ ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!