Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નોટબંદીની નિષ્ફળતા અંગે જલદ કાર્યક્રમ યોજાયો…

Share

કલેક્ટર કચેરી ખાતે ૨૦ કરતા વધુ કોંગ્રેસી કાર્યક્રોની અટકાયત….

પોલીસ તંત્ર અને કોંગ્રેસી કાર્યકરો આમને સામને…

Advertisement

આજ રોજ ભરૂચ ની કલેક્ટર કચેરી ખાતે સવારના ૧૧ વાગ્યાના સુમારે સમગ્ર ભરૂચ જિલ્લા માંથી કોંગ્રેસી કાર્યકરો ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમખ પરિમલસિંહ રણાની આગેવાની મા ઉમટી પડ્યા હતા. નોટબંદીની નિષ્ફળતા અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે જલદ વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. અગાવ થી આ કાર્યક્ર્મની જાહેરાત થઈ હોવાથી કલેક્ટર કચેર ખાતે લોખંડી અને ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. ચોકીદાર ચોર હે તેમજ નોટબંદીની વિરોધીના સુત્રો પોકારાયા હતા. કાળા ફુગ્ગા દ્વારા વિરોધ દર્શાવાયો હતો. એક સમયે ખુબ આક્રમક્તાથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કલેકટર કચેરીમાં ધુસી જવાનો પ્રયાસ કરતા જણાયા હતા. આ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા એ પત્રીકા દ્વારા જણાયું હતુ કે તા. ૮/૧૧/૧૬ ની રાત્રી એ વડાપ્રધાને મનસ્વી રીતે અને આપખુદી રીતે રૂપિયા ૧૫.૪૪ લાખ કરોડના ચલણી નાણાને રદ કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ પાછળનો એક પણ હેતુ સિધ્ધ થયો નથી તેનીથી વિપરિત નવી ચલણી નોટો છાપવાનો રૂપિયા ૭૯૬૫ કરોડનો ખર્ચ થયો આ તહલખી નિર્ણયના પગલે લઘુ, મધ્યમ, કુટીર, ઉધ્યોગ લગભગ નાશ થવાના આરે આવ્યો છે. રોજીંદી આવક વાળા  કરોડો લોકોએ રોજગારી ગુમાવી અર્થતંત્રને જીડીપી વિકાસના ૧.૫% નુ નુકશાન થયું. આ સરમુખત્યારી નિર્ણયથી ૧૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો. આ પ્રસંગે પ્રશ્નો ઉપસ્થીત કરાયા હતા કે નોટબંદીના ખરા લાભાર્થીઓ કયા છે, કાળું નાણુ ક્યા છે, આ અવિચારી નિર્ણયને લીધે કુંટુંબની જીવનભરની બચત ગુમાવનાર  મહિલાઓનુ શુ, ભારતીય રિઝર્વ બૈંક સા માટે નિસહાય છે. પેટ્રોલ ડીઝલના ભાવ કેમ ઘટતા નથી ફુગાવો કેમ વધી રહ્યો છે. આ વિરોધ કાર્યક્રમમાં ૨૦ કરતા વધુ કોંગ્રેસી આગેવાનોની અટક કરવામાં આવી હતી કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા પુર્વ પ્રમુખ રાજેનન્દ્રાસિંહ રણા, યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાન, સુનિલ પટેલ, સંદીપદસિંહ માંગરોલા, દિનેશ અડવાણી, સમસાદ અલિ સૈયદ, ચેતનાબેન વસાવા, મહિલા પ્રમુખ ધૃતાબેન રાવલ ઉપસ્થીત રહ્યા હતા.


Share

Related posts

ભરૂચ જીલ્લા ના હાંસોટ તાલુકા ખાતે ના કતપોર ગામેથી આજ રોજ સવારે ભાજપની જનસંપર્ક અભિયાન યાત્રાનો પ્રારંભ સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું..

ProudOfGujarat

અંકલેશ્વર નોટીફાઈડ એરીયાના ચીફ ઓફિસરના વર્તનથી લોકો ખફા

ProudOfGujarat

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ રજૂ કરે છે વ્યાપક ડ્રોન વીમો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!