પોલીસ મહાનિરિક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જીલ્લાનાં ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલાની સુચના અને માર્ગદર્શન મુજબ નાસતા ફરતા આરોપીઓને સોધવાની ઝુંબેસ હાથ ધરાઈ છે. જેમાં ભરૂચ સી ડીવીઝન પોલીસ મથક ખાતે નોંધાયેલ ગુનામાં નાસતી ફરતી આરોપી મહિલા સાધનાબેન જીગરભાઈ પંડયા રહે. મહાસુખનગર કૃષ્ણનગરની બાજુમા સેજપુર બોજા નરોડા અમદાવાદ એ બાતમીના આધારે મળી આવતા પેરોલ ફ્લો સ્કોડ ભરૂચ આરોપીને અટક કરી લઈ આવી હતી. અને આગળની કાર્યવાહી કરવા ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસને સોપવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરીમાં ભરૂચ પેરોલ ફ્લો સ્કોડના પો.સ.ઈ જે.વાય.પઠાણ, અ.હે.કો હરેન્દ્ર બશીલાલ, અ.હે.કો ગુલામખાન સરદારખાન, અ.હે.કો કુતબુદ્દીન અમીરૂદ્દીન, અ.હે.કો હરેશ રામકૃષ્ણ, અ.હે.કો મગનભાઈ દોલાભાઈ, લો.પો.કો વિશાલ રમેશભાઈ, વુમન પો.કો નિતાબેન રમણભાઈ તથા અ.પો.કો નિલેષભાઈ નારસિંગ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.